અમદાવાદમાં ભાજપના ઉમેદવારોના લિસ્ટમાં અનેક વોર્ડમાં અસંતોષની લાગણી ફેલાઈ છે. અમુક વોર્ડમાં ભાજપે આખે આખી પેનલ બદલી નાખી છે.ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ભાજપ દ્વારા 6 મહાનગરપાલિકા માટે 575 ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. પાટીલના નવા 3 માપદંડો બાદ નવું લિસ્ટ જાહેર થતાં જ ભાજપમાં ભડકો થયો છે અમદાવાદ ભાજપના લિસ્ટમાં 142માંથી 106ની ટિકિટ કપાઇ છે તો માત્ર 36ને જ રિપીટ કરાયા છે. ગત રાત્રિએ ઉમેદવારોના લિસ્ટ બાદ જ અસંતોષની જ્વાળા પક્ષમાં દોડી ગઈ હતી. અને વાસણા, નારણપુરા, ગોતા, ચાંદખેડા, સરદારનગર સહિતના વોર્ડમાં કાર્યકરોએ ભારે વિરોધ કર્યો છે. જેને ડામવા માટે ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાને ખુદ મેદાનમાં ઉતરવું પડ્યું છે. અને પ્રદિપસિંહે ખાનપુર ખાતેના ભાજપ કાર્યાલયે પહોંચીને મહત્વની બેઠક યોજી છે.
Election / જામનગર ભાજપમાં રાજીનામા બાદ પક્ષપલ્ટો, પૂર્વ ભાજપ શહેર મંત્રી જોડાયા કોંગ્રેસમાં
એટલું જ નહીં, અસંતોષની લાગણી સાથે જ ગત રાત્રિએથી જ કાર્યકરો અને દાવેદારી કરનારા નેતાઓ ખાનપુર ખાતેના કાર્યાલયે દોડી આવ્યા હતા. અને ભારે વિરોધ સાથે રાજીનામાની ચીમકી પણ ઉચ્ચારી હતી. ચાંદખેડાના લગભગ 500 જેટલાં કાર્યકરોએ તો રાજીનામાની ચીમકી ઉચ્ચારી હતી. વાસણામાં પણ પેરાશૂટ ઉમેદવારને લઈને વિરોધ છે. તો ગોતામાં પણ ભાજપ કાર્યકરોએ હાય હાયનાં નારાં લગાવ્યા હતા. સરદારનગર વોર્ડનાં કાર્યકરો પણ વિરોધ દર્શાવવા માટે ખાનપુર પહોંચી ગયા હતા.રાજ્યમાં ઠેર-ઠેર ભાજપની અંદર અસંતોષની લાગણી ફેલાઈ ગઈ છે. તેવામાં અમદાવાદમાં પણ ભાજપની અંદર કાર્યકરો અને નેતાઓની ટિકિટ કપાતાં ભારોભાર અસંતોષ ફેલાયો છે.
કૃષિ આંદોલન / અમદાવાદ મનપાના ઉમેદવાર મુદ્દે BJPમાં ઉગ્રવિરોધ, સાબરમતીના મહિલા કાર્યકર્તાઓનો બળવો
આમ અમદાવાદના મોટાભાગના વોર્ડમાં ભાજપનાં કાર્યકરો ટિકિટ વહેંચણીથી નાખૂશ છે. અને હાલ કાર્યકર્તાઓની અંદર લિસ્ટને લઈને ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે. કાર્યકરો રાજીનામાં આપી દેવાના મૂડમાં છે, તો ચૂંટણીમાં નિષ્ક્રિય રહેવા સુધીની ચીમકી તેઓ પોતાના નેતાઓને ઉચ્ચારી ચૂક્યા છે. તેવામાં અપક્ષ ઉમેદવાર તરીકે લડવા પણ કેટલાંય નેતાઓ તૈયાર છે.આ અસંતોષને ઠારવા માટે ભાજપ પક્ષે ડેમેજ કંટ્રોલ માટે પ્રદિપસિંહને મેદાનમાં ઉતાર્યા છે. અને પ્રદિપસિંહે ખાનપુર ખાતેના કાર્યાલય પહોંચીને એક મહત્વની મીટિંગ પણ યોજી હતી. અને આ મીટિંગમાં અસંતોષને કેવી રીતે ડામવો તેના વિશે ચર્ચા થઈ શકે છે. તેવામાં હવે જોવાનું રહ્યું કે કાર્યકરોનો અસંતોષ ઠારવામાં ભાજપ સફળ રહે છે કે આગામી ચૂંટણીમાં આ અસંતોષ ભાજપ માટે કોઈ મુસીબત ઉભી કરી શકે છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
