Court/ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મહિલા અનામતના રોટેશનનો મામલો

ગુજરાતામાં આગામી દિવસોમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન કેટલીક જિલ્લા પંચાયતોની બેઠકોમાં મહિલા અનામતના રોટેશનનો નિયમ પ્રમાણે અમલ ન થયો હોવાની ફરિયાદ કરતી પિટિશનો ગુજરાત હાઇકોર્ટે ફગાવી છે. આ બેઠકો છેલ્લાં 20 વર્ષથી કે ત્રણ ટર્મથી મહિલાઓ માટે જ અનામત હોવાથી પુરૃષ ઉમેદવારોને તક ન મળતી હોવાની રજૂઆત કરાઇ હતી. હાઇકોર્ટે નોંધ્યું છે કે ચૂંટણી […]

Ahmedabad Gujarat

ગુજરાતામાં આગામી દિવસોમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન કેટલીક જિલ્લા પંચાયતોની બેઠકોમાં મહિલા અનામતના રોટેશનનો નિયમ પ્રમાણે અમલ ન થયો હોવાની ફરિયાદ કરતી પિટિશનો ગુજરાત હાઇકોર્ટે ફગાવી છે. આ બેઠકો છેલ્લાં 20 વર્ષથી કે ત્રણ ટર્મથી મહિલાઓ માટે જ અનામત હોવાથી પુરૃષ ઉમેદવારોને તક ન મળતી હોવાની રજૂઆત કરાઇ હતી. હાઇકોર્ટે નોંધ્યું છે કે ચૂંટણી પ્રક્રિયા શરૃ થઇ ચૂકી હોવાથી કોર્ટે આ મુદ્દે હસ્તક્ષેપ કરવા માગતી નથી.

તાપી જિલ્લા પંચાયતમાં આવતી ચિમેર બેઠકના એક મતદારની પિટિશન હતી કે ચિમેર બેઠક છેલ્લાં 20 વર્ષથી અનુસૂચિત જનજાતિની મહિલાઓ માટે અનામત છે. વીસ વર્ષથી અહીં રોટેશન કરાયું નથી અને આ બેઠક અનુસૂચિત જનજાતિના પુરૃષ અને મહિલા બન્ને ઉમેદવારો માટે જાહેર કરાઇ નથી. તાપી જિલ્લા પંચાયતની બોરડા બેઠક પણ છેલ્લી ત્રણ ટર્મથી મહિલા ઉમેદવાર માટે અનામત છે. પાટણ અને ગાંધીનગર જિલ્લાની કેટલીક બેઠકોમાં પણ આવી જ પરિસ્થિતિ હોવાથી વિવિધ પિટિશનો દ્વારા રજૂઆત કરાઇ હતી કે આ બેઠકો પરથી લડવાની પુરૃષોને પણ તક મળવી જોઇએ અને રોટેશનનો યોગ્ય રીતે અમલ થવો જોઇએ.

આ પિટિશનોના વિરોધમાં રાજ્ય ચૂંટણી પંચ અને રાજ્ય સરકાર દ્વારા રજૂઆત કરાઇ હતી કે બંધારણના અનુચ્છેદ 243-ઓ પ્રમાણે ચૂંટણી પ્રક્રિયા શરૃ થયા બાદ કોર્ટ ચૂંટણીની બાબતોમાં હસ્તક્ષેપ કરી શકે નહીં અને અરજદારો પણ આવી રીતે રિટ કરી શકે નહીં. અરજદારો ઇચ્છે તો પરિણામ જાહેર થયા બાદ આ મુદ્દે ઇલેક્શન પિટિશન કરી શકે છે. જો કે ચૂંટણી પ્રક્રિયા ચાલી રહી હોવાથી તેમજ અ ત્યારે કોર્ટ કોઇ આદેશો આપે તો પ્રક્રિયા પર ઘેરી અસર થવાની સંભાવના હોવાથી તમામ પિટિશનો ફગાવવામાં આવી છે.

રાજ્ય સરકાર અને ચૂંટણી પંચે એમ કહી પિટિશનોનો વિરોધ કર્યો હતો કે બંધારણીના અનુચ્છેદ ૨૪૩-ઓ પ્રમાણે ચૂંટણી પ્રક્રિયા શરૃ થયા બાદ કોર્ટ ચૂંટણીની બાબતોમાં હસ્તક્ષેપ કરી શકે નહીં. તેથી હાઇકોર્ટે સરકારને ટકોર કરી હતી કે ચૂંટણીની બાબતોમાં ચૂંટણી પ્રક્રિયા શરૃ થયા બાદ હસ્તક્ષેપ ન કરવાનો કોર્ટોની સ્વનિર્ધારિત મર્યાદા છે. બંધારણના અનુચ્છેદ ૨૪૩-ઓનો મતબલ એવો જરાય નથી કે ચૂંટણી પ્રક્રિયાની ન્યાયિક સમીક્ષાનો અધિકાર સંસદે બંધારણીય કોર્ટો પાસેથી લઇ લીધો છે. ચૂંટણીને અસરકર્તા કાયદાઓ અને જોગવાઇઓની બંધારણીયતાના પડકારવામાં આવે ત્યારે હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટ પાસે બહોળી સત્તા છે કે તે આ ન્યાયિક સમીક્ષા કરે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કેગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છેબાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોયચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ