અમરેલી,
અમરેલીના ખડખડ ગામથી ભૂખલીસાથરી ગામ સુધી રોડની હાલત બિસ્માર થઇ છે. નવા બનેલાં પુલ અને ડામર રોડમાં ભ્રષ્ટાચારની ગંધ આવી રહી છે.
પુલના આર.સી.સી.કામમાં ગ્રામજનોએ પગની એડીથી આર.સી.સી.તૂટી જાય તેવું નબળું કામ કરી જનાર કોન્ટ્રાકટર પર આક્ષેપો કરાયા. ઉચ્ચ અધિકારીઓ ધારાસભ્યને લેખિત ફરિયાદ કરવા છતાં તંત્ર ગાઢ નિંદ્રામાં છે. એક વર્ષથી થતી ફરિયાદો છતાં કોઈ જ તપાસના આદેશો નહીં. તંત્રની મિલીભગતના આક્ષેપો ગ્રામજનો દ્વારા કરવામાં આવી રહ્યા છે.
