અમેરિકાનાં પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કોરોના મામલે ચીન પર સતત આકરા પ્રહારો કરતા રહ્યા છે. હવે આ પદ ગ્રહણ કરનાર અમેરિકાનાં રાષ્ટ્રપતિ જો બાયડને પણ કોરોના મામલે ચીનને બાનમાં લીધુ છે. જણવી દઇએ કે, અમેરિકાએ શનિવારે કહ્યું હતું કે, ચીને કોવિડ-19 ફાટી નીકળવાનાં શરૂઆતનાં દિવસોથી જ વિશ્વ સમક્ષ ડેટા ઉપલબ્ધ કરાવવો જોઈએ, જેથી રોગચાળા અંગે વધુ સારા સંશોધન થઈ શકે અને આપણે આવનારા સમયમાં આવા રોગચાળા પ્રત્યે ચેતવણી આપી શકીએ.
આપને જણાવી દઇએ કે, કોવિડ-19 નો પહેલો કેસ ગયા વર્ષે ડિસેમ્બર 2019 માં ચીનના વુહાન શહેરમાં બહાર આવ્યો હતો. ત્યારથી, વિશ્વભરમાં લગભગ 11 કરોડ લોકોને કોરોના વાયરસનો ચેપ લાગી ચુક્યો છે અને લગભગ 24 લાખ લોકો મોતને ભેટી ચુક્યા છે. જોહન્સ હોપકિન્સ યુનિવર્સિટીનાં જણાવ્યા અનુસાર યુ.એસ. માં ચેપનાં 2,71,89,188 કેસ છે અને 4,68,103 લોકોનાં મોત નીપજ્યાં છે. અમેરિકાનાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવાને કોવિડ-19 ફાટી નીકળવાની શરૂઆતી તપાસમાં વિશ્વ આરોગ્ય સંગઠનને જે રીતે જાણકારી પ્રદાન કરવામાં આવી તેના પર આકરા શબ્દોમાં નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું, “કોવિડ-19 ફાટી નીકળવાની પ્રાથમિક તપાસ અંગેની માહિતી જે રીતે પ્રદાન કરવામાં આવી હતી તે અંગે અમને ચિંતા છે.” તે જરૂરી છે કે આ અહેવાલ સ્વતંત્ર હોવો જોઈએ, નિષ્ણાતોનો અભિપ્રાય હોવો જોઈએ અને તેમાં ચીનની સરકાર તરફથી કોઈ દખલ ન થવી જોઈએ.
“આ રોગચાળાને સમજવા અને આવનારા વર્ષોમાં આવા રોગચાળા સાથે સંકળાયેલી તૈયારી માટે, ચીને કોવિડ-19 ફાટી નીકળવાનાં શરૂઆતનાં દિવસોથી લઈને આજ સુધીની માહિતી પૂરી પાડવી જોઈએ. સુલિવાને કહ્યું કે, ચાઇના સહિતનાં તમામ દેશોએ સ્વાસ્થ્યની આપત્તિઓને રોકવા માટે પારદર્શક પ્રક્રિયા અપનાવી જોઈએ, જેથી જલ્દીથી વિશ્વને તેનો લાભ મળી શકે.
Impeachment / મહાભિયોગ મામલે ટ્રમ્પને મળી મોટી જીત, 10 મતોનાં અભાવે નિર્દોષ જાહેર
NRI / UN મહાસચિવ પદ માટેનાં ચૂંટણી જંગમાં ભારતીય મુળની આકાંક્ષા અરોડાએ ઝંપલાવ્યું
Earthquake / કોરોના તો હતો જ હવે ભૂંકપની પણ એન્ટ્રી, જાપાનનાં ફુકુશિમામાં આવ્યો જબરદસ્ત આંચકો
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…
