મંગળવારે સવારે મધ્યપ્રદેશનાં સીધી વિસ્તારમાં એક બસ અનિયત્રિત થઈ ગઈ હતી અને નહેરમાં પડી ગઇ હતી. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 30 લોકોનાં મોત નીપજ્યાં હોવાનુ સામે આવી રહ્યુ છે. બસમાં લગભગ 54 લોકો મુસાફરી કરી રહ્યા હતા. આ બસ સીધીથી સતના જઈ રહી હતી.
ઘટનાની જાણ થતાં જ SDRF એ રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરી દીધુ છે. અત્યાર સુધીમાં 7 લોકોનો બચાવ થયો છે અને મોટી સંખ્યામાં લોકો ગુમ થયા છે. મધ્યપ્રદેશનાં પ્રધાન તુલસી સિલાવટે અકસ્માતમાં 30 લોકોનાં મોતની પુષ્ટિ કરી છે. તેણે કહ્યું, ‘આ દુખદ અકસ્માત છે. મુખ્યમંત્રી આ ઘટનાની સંપૂર્ણ વિગતો લઈ રહ્યા છે. મારા સહિત બે મંત્રીઓ ઘટના સ્થળે જઈ રહ્યા છે. મેં સંબંધિત અધિકારીઓ સાથે વાત કરી છે. અત્યાર સુધી 30 મૃતદેહોને બહાર કાઠવામાં આવ્યા છે.
જણાવી દઇએ કે, રાહત અને બચાવ કાર્ય હજુ પણ ચાલુ છે. વળી, મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે અને મૃતકોનાં પરિવારજનોને 5 લાખ વળતરની જાહેરાત કરી છે. આ અકસ્માતને કારણે મુખ્યમંત્રીએ ગૃહ પ્રવેશ યોજનાનો કાર્યક્રમ પણ મુલતવી રાખ્યો છે. મુખ્યમંત્રીએ એક નિવેદન બહાર પાડીને કહ્યું કે, આજે અમે 1 લાખ 10 હજાર ઘરોમાં હોમ પ્રવેશનો કાર્યક્રમ ખૂબ જ ઉત્સાહથી પૂર્ણ કરવાના હતા. પરંતુ સવારે 08.00 વાગ્યે મને આ સૂચના મળી કે સીધી જિલ્લામાં બાણસાગરની નહેરમાં શારદા પાટન ગામમાં મુસાફરોથી ભરેલી એક બસ પડી ગઇ હતી.
કૃષિ આંદોલન / તેંડુલકર અને લતા મંગેશકરના ટ્વીટ અંગે મહારાષ્ટ્રના ગૃહમંત્રીએ લીધો યુ-ટર્ન
ISRO / પ્રથમ વખત અતરીક્ષમાં ભગવદ્ ગીતા અને PM મોદી સાથે 25 હજાર લોકોના નામ જશે, 28મી ISRO લોન્ચ કરશે સેટેલાઈટ
Crime / ફ્લેટ પર બોલાવી યુવતીને, યુવકે તરત જ અંદર ખેંચીને સ્પર્શ કરવા લાગ્યો, બાદમાં કપડા ફાડ્યા અને બાલ્કનીમાંથી ફેંકી દીધી…
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…
