Political/ મારો ઉદ્દેશ ભાજપને કેરળમાં સત્તામાં લાવવાનો છે: મેટ્રો મેન ઈ શ્રીધરન

કોરોનાકાળ વચ્ચે દેશમાં ચૂંટણીનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. ત્યારે ભાજપમાં આવતા અઢવાડિયે જોડાવવા જઇ રહેલા ‘મેટ્રો મેન’ ઈ.શ્રીધરને એક મોટી વાત કરી દીધી છે.

India

કોરોનાકાળ વચ્ચે દેશમાં ચૂંટણીનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. ત્યારે ભાજપમાં આવતા અઢવાડિયે જોડાવવા જઇ રહેલા ‘મેટ્રો મેન’ ઈ.શ્રીધરને એક મોટી વાત કરી દીધી છે. શ્રીધરને કહ્યું છે કે, તેમનું મુખ્ય લક્ષ્ય કેરળમાં પાર્ટીને સત્તામાં લાવવાનું છે અને તેઓ મુખ્યમંત્રી પદ સંભાળવા માટે તૈયાર છે.

Election / 6 કોર્પોરેશન-144 વોર્ડ-575 બેઠકો માટેનું મતદાન, જાણો સંવેદનશીલ-અસંવેદનશીલ મતદાનમથકો

તેમણે શુક્રવારે કહ્યું હતું કે, જો ભાજપ આ વર્ષે એપ્રિલ-મે મહિનામાં વિધાનસભાની ચૂંટણી જીતે છે, તો તેમનું ધ્યાન મોટા પાયે માળખાગત સુવિધાઓ વિકસાવવા અને રાજ્યને દેવાની જાળમાંથી બહાર કાઠવાનું રહેશે. આપને જણાવી દઇએ કે, મેટ્રો મેનનાં નામથી જાણીતા શ્રીધરને કહ્યુ કે, જો પાર્ટી ઇચ્છે તો તેઓ વિધાનસભાની ચૂંટણી લડશે અને જો પાર્ટી કહેશે તો તેઓ મુખ્ય પ્રધાન પદ પણ સંભાળી શકે છે.

Election / વડોદરામાં ભાજપ અને કોંગ્રેસનાં કાર્યકર્તાઓ વચ્ચે થઇ છૂટા હાથની મારામારી

88 વર્ષિય શ્રીધરને સ્પષ્ટ કર્યું કે, તેમને રાજ્યપાલનો પદ સંભાળવામાં રસ નથી. તેમણે કહ્યું કે, તે સંપૂર્ણ બંધારણીય પદ છે અને કોઈ શક્તિ નથી અને તેઓ આવા પદ પર રહીને રાજ્ય માટે કોઈ સકારાત્મક યોગદાન આપી શકશે નહીં. તેમણે કહ્યું કે, મારો મુખ્ય ઉદ્દેશ કેરળમાં ભાજપને સત્તામાં લાવવાનો છે ” જો કેરળમાં ભાજપ ચૂંટણી જીતે છે, તો ત્યાં ત્રણથી ચાર ક્ષેત્ર હશે જેના પર અમે ધ્યાન કેન્દ્રિત કરવા માંગીએ છીએ. આમાં રાજ્યમાં મોટા પાયે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ અને ઉદ્યોગો લાવવાનો સમાવેશ થાય છે.

Election: એક જ દિવસે મતગણતરીની કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલી અરજી હાઇકોર્ટે ફગાવી

કેરળનાં પોન્નાલીમાં રહેતા શ્રીધરને ફોન પર જણાવ્યું હતું કે, દેવાની જાળમાં ફસાયેલા રાજ્યની આર્થિક સ્થિતિ સુધારવા માટે ફાઇનાન્સ કમિશન પણ બનાવવામાં આવશે. તેમણે કહ્યું, ‘આજે રાજ્ય દેવાનાં જાળમાં ફસાયું છે. આજે દરેક મલયાલી પર 1.2 લાખ રૂપિયાનું દેવું છે. આનો અર્થ એ છે કે આપણે નાદારી તરફ આગળ વધી રહ્યા છીએ અને સરકાર હજી પણ ઉધાર લઇ રહી છે. રાજ્યની આર્થિક સ્થિતિમાં સુધારો કરવાની જરૂર છે અને અમે તેનો ઉપાય શોધીશું.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ