Election/ વડોદરામાં ભાજપ અને કોંગ્રેસનાં કાર્યકર્તાઓ વચ્ચે થઇ છૂટા હાથની મારામારી

આજે મનપા ચૂંટણી પ્રચારનો અંતિમ દિવસ છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસ પાર્ટી મતદારોને પોતાની તરફ વાળવા એડીચોટીનું જોર અપનાવી રહી છે. 

Gujarat Vadodara

આજે મનપા ચૂંટણી પ્રચારનો અંતિમ દિવસ છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસ પાર્ટી મતદારોને પોતાની તરફ વાળવા એડીચોટીનું જોર અપનાવી રહી છે.  આ વચ્ચે વડોદરામાંથી ભાજપ અને કોંગ્રેસ પાર્ટીનાં કાર્યકરો વચ્ચે મોટી બબાલ થયા હોવાનુ સામેે આવી રહ્યુ છે.

Election / જામનગરમાં કોંગ્રેસની બાઇક રેલી, પરેશ ધાનાણી જોડાયા, કર્યા ભાજપ પર પ્રહાર

આપને જણાવી દઇએ કે, ગુજરાતમાં 6 મનપા માટે 21મી ફેબ્રુઆરીના રોજ ચૂંટણી થવા જઈ રહી છે અને આજે ચૂંટણી પ્રચારનો અંતિમ દિવસ છે. પ્રચારના અંતિમ દિવસે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો જનસંપર્ક માટે ઝંઝાવાતી પ્રચાર કરવા જઈ રહ્યા છે. આજે બંને પાર્ટીઓ પોતાનું શક્તિ પ્રદર્શન કરી રહી છે. આ વચ્ચે વડોદરાથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અહી ભાજપ અને કોંગ્રેસનાં કાર્યકર્તાઓ આમને-સામને આવી ગયા છે. તેમના વચ્ચે છૂટા હાથની મારામારી થઇ હતી. જણાવી દઇએ કે, વડોદરાનાં વોર્ડ નંબર 16 માં ભાજપ અને કોંગ્રેસની રેલી આમને-સામને થતા આ મારામારીનાં દ્રશ્યો સર્જાયા હતા. આજે મનપા ચૂંટણી પ્રચારનો અંતિમ દિવસ છે. આજે તમામ પાર્ટીઓ સાંજે 6 વાગ્યા સુધી પ્રચાર કરી શકશે.

Election / સુરત ભાજપનાં વોર્ડ પ્રમુખની ઓડિયો ક્લિપ વાયરલ, કોંગ્રેસ માટે વોટ માંગતા હોવાની ચર્ચા

જ્યારેે આ બન્ને પક્ષનાં કાર્યકર્તાઓ આમને-સામને થયા ત્યારે તેઓ વચ્ચે પહેલા ઉગ્ર બોલાચાલી થઇ અને બાદમાં છૂટા હાથની મારામારીનાં દ્રશ્યો સર્જાયા હતા. સામાન્ય રીતે આપણી જોઇએ છીએ કે ચૂંટણી પહેલા પ્રચાર કરવામાં આવતો હોય છે પરંતુ જ્યારે આવા દ્રશ્યો સર્જાય ત્યારે વાતાવરણ તંગ બની જતુ હોય છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ