- અંગ્રેજી તો સારું જ છે પણ ગુજરાતી તો મારું છે
- આજે ૨૧ ફેબ્રુઆરી આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ છે
- વિશ્વમાં ૭ હજારથી વધુ ભાષા બોલાય છે
- ભારતમાં બંધારણ માન્ય ૨૨ ભાષા છે
આજે ૨૧ ફેબ્રુઆરી આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ છે. વર્ષ ૧૯૯૯માં યુનેસ્કો દ્વારા ૨૧ ફેબ્રુઆરીને આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ તરીકે જાહેર કરાયો છે. આજ કાલ એંગ્રેજી ભાષણ વધતા ચલણ વચ્ચે માતૃભાષા ભૂલાઈ રહી છે. પરંતુ આજે તો લોકશાહીના પર્વ ચૂંટણી વચ્ચે માતૃભાષા દિવસ જ વિસરાઈ ગયો છે.
યુનેસ્કો ના જણાવ્યા અનુસાર દર બે અઠવાડિયે એક ભાષા લુપ્ત થતી જોવા મળે છે. અને એટલે જ ૨૧મી ફેબ્રુઆરીના રોજ આંતરાષ્ટ્રીય માતૃભાષા દિવસની ઉજવણી નિમિતે માતૃભાષા સાથે લોકો જકડાઈને રહે તેઓ પ્રયત્ન કરવામાં આવ્યો છે. ૧૯૯૯ના નવેમ્બરમાં યુનેસ્કોએ માતૃભાષા દિવસ ઉજવવાનું નકકી કર્યું હતું.
Election / અહીં 75 વર્ષીય વૃદ્ધે લાકડીના ટેકે કર્યું મતદાન….
પરંતુ આજે ગુજરાતમાં જ લોકશાહીના પર્વ વચ્ચે માતૃભાષા ભુલાઈ રહી હોય તેવુ લાગી રહ્યું છે. તમામ રાજકીય પાર્ટી અને સસ્થાઓ ચૂંટણીના રંગમાં રંગાયેલા જોવા મળી રહ્યા છે. ચૂંટણી પર્વમાં ભાષા પર્વ વિસરાઈ ગયો છે.
ઉલ્લેખનીય છે કે, વિશ્વમાં ૭ હજારથી વધુ ભાષા બોલાય છે. જેમાની આશરે અડધી ભાષાઓ લુપ્ત થવાને આરે છે. દુનિયાની વિવિધ સંસ્કૃતિ ધરાવતા લોકો વચ્ચે સંવાદ અને સંપર્ક સાધવા ભાષા ખુબ જરૂરી છે. અને માતૃભાષા સંસ્કૃતિક ધરોહરણે જીવંત રાખવા માટેનું સક્ષણ સાધન છે.
https://twitter.com/DrKathiria/status/1363326090886868995?s=20
હાલમાં જોઈએ તો માતાપિતાની અંગ્રેજી ભાષા પ્રત્યેની ઘેલછા વધી ગઈ છે. દરેક માતાપિતા પોતાના પાલ્યને અંગ્રેજી માધ્યમમાં ભણાવવાની ઘેલછા એ માતૃભાષાને હાંસિયામાં ધકેલી દીધી છે. જો કે પરપ્રાંતીય એવા બિનગુજરાતીઓ લોકો ગુજરાતમાં આવીને ગુજરાતી ભાષા શીખી ગયા છે અને રોજિંદા જીવનમાં તેનો ઉપયોગ પણ કરી રહ્યા છે, તે ગુજરાતી ભાષા માટે ગર્વની વાત છે. વેપાર અને ટ્રાન્સપોર્ટ તેમજ ક્ષેત્રે કામ કરતા બીજા રાજયના લોકો આજે ગુજરાતીમાં વાતચીત કરતા થયા છે.
Election / આમ આદમી પાર્ટીએ કરી ફરિયાદ, EVMમાં આપનું બટન દબાતું જ નથી
ગુજરાતી ભાષાના ઉદભવની વાત કરીએ તો મુળભુત ગ્રેટર ઈન્ડો યુરોપીયન ભાષાઓના પરીવારને ઈન્ડો આર્યન શ્રેણીમાંથી કાળક્રમે ગુજરાતી ભાષાનો ઉદભવ થયો હોવાનું માનવામાં આવે છે. ઈ.સ.૧૧૦૦ થી ૧૫૦૦ વચ્ચેના સમયમાં રાજસ્થાન તરફથી અપભ્રમશ થતા જુની ગુજરાતી ભાષાનું નિર્માણ થયું હતું. ત્યારબાદ સુધારા સાથે આજની ગુજરાતી ભાષા અસ્તિત્વમાં આવી છે. ગુજરાતી શબ્દોનો સૌથી પહેલો ઉપયોગ કવિ પ્રેમાનંદે ઈ.સ.૧૬૦૦-૧૭૦૦માં તેમના સાહિત્યમાં કર્યો હોવાનું માનવામાં આવે છે. ઈતિહાસકારોના મત મુજબ ગુજરાતી ભાષાનું નામ ઈ.સ.૭૦૦ આસપાસ આપવામાં આવ્યું હતું.
ગુજરાતી ભાષાને ત્રણ તબકકામાં વેંચવામાં આવી છે. પ્રથમ ૧૦ થી ૧૪ની સદી વચ્ચેની ભાષા જુની ગુજરાતી એટલે કે ગુર્જર અપભ્રસ ભાષાનો વ્યુહ માનવામાં આવે છે. દ્વિતીય ૧૪ થી ૧૭મી સદી મધ્યકાલીન ગુજરાતી તરીકે ઓળખવામાં આવે છે. તૃતીય ૧૭મી સદીથી આજસુધી અપભ્રસ આજસુધી અર્વાચીન ગુજરાતીનો સમય માનવામાં આવે છે. ભારતમાં બંધારણ માન્ય ૨૨ ભાષા છે પરંતુ સમગ્ર દેશમાં ૨ હજારથી વધુ બોલી બોલાય છે.
