કોરોનાને હરાવીને પરત ફરેલા રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યની સ્થાનિક સ્વરાજની ચૂંટણના પરિણામોમાં ભાજપે બહુમતી સાથે મેળવેલી જીતના ખુબજ વખાણ કર્યા છે. સીએમ રૂપાણીએ મીડિયાને સંબોધતા જણાવ્યું હતું કે, “સતત 45 વર્ષથી ભાજપ ગુજરાતમાં સક્રિય છે. ભાજપે જે વિજયતા મેળવી છે તેનાથી લોકોનો આભાર માનું છું.ભાજપના ભવ્ય વિજય બાદ મતદારો અને કાર્યકરોનો ખુબ ખુબ આભાર, ગુજરાતમાં કૉંગેસની અત્યાર સુધીમાં સૌથી ખરાબ હાર થઇ છે. મતદારોએ કૉંગેસને વીણી વીણીને હરાવ્યા,કૉંગેસને મતદારોએ તેમને અરીસો દેખાડયો. ગુજારાતનો શાણો મતદાર કૉંગેસથી ભરમાયો નથી”.
સીએમ રૂપાણીએ મહારાષ્ટ્રમાં વધી રહેલા કોરોનાના કહેર વિશે જણાવ્યું હતું કે, “મહારાષ્ટ્રમાં કોરોનાનો કહેર ખુબજ વધી રહ્યો છે જે ખુબજ ચિંતાજનક છે. આપણે પણ હજી ઘણી તકેદારી રાખવાની ખુબજ જરૂર છે, જેટલી તકેદારી અત્યાર સુધીમાં રાખતા આવ્યા છે તેનાથી પણ વધારે તકેદારી હજી પણ રાખવાની એટલી જ જરૂર છે તો જ આપણે સૌ કોઈ મળીને કોરોનાને ચોક્કસપણે હરાવીશું. સીએમ રૂપાણીએ વધુમાં જણાવ્યું હતું કે ઈવીએમ મશીન બાબતે જે આક્ષેપ કૉંગેસ લગાવી રહી છે તે તદ્દન પાયાવિહોણા છે. હારી ગયા બાદ કોંગેસીઓ હાર સ્વીકારવાની જગ્યાએ ઈવીએમ મશીન ઉપર જ સીધા આક્ષેપ લગાવી રહ્યા છે.”
