Cricket/ અમદાવાદનાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમને લઇને સચિને કર્યો મોટો ખુલાસો

અમદાવાદમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ વિશ્વનાં સૌથી મોટા ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાઈ રહી છે.

Sports

અમદાવાદમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ વિશ્વનાં સૌથી મોટા ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાઈ રહી છે. મેચમાં ઈંગ્લેન્ડનાં કેપ્ટન જો રૂટે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરી હતી, પરંતુ ઈંગ્લેન્ડની પ્રથમ ઈનિંગ્સ માત્ર 112 રન પર થોભી ગઈ હતી.

Cricket / રૂટે ફેરવ્યો ઈંગ્લેન્ડનો Root, ભારત 145 રનમાં ઓલઆઉટ

ટીમ ઈન્ડિયાનાં સ્પિન એટેક સામે ઈંગ્લેન્ડનાં બેટ્સમેનો લાચાર લાગી રહ્યા છે. જયારે અક્ષર પટેલે મેચમાં 6 વિકેટ લીધી હતી. અમદાવાદની પીચ અંગે પણ ઘણી અટકળો ચાલી રહી છે. તે દરમિયાન, માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે અમદાવાદનાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પીંચ વિશે મોટી વાત કરી છે. અમદાવાદ મેદાનની પીચ અંગે સચિન તેંડુલકરે કહ્યું હતું કે, મેં જોયું છે કે મેદાન સાબરમતી નદીની ખૂબ નજીક છે, તેથી જમીનમાં પણ ભેજ રહેશે, પરિણામે તમને એ જોઈને આશ્ચર્ય થવું જોઈએ નહીં કે વિકેટ પૂરી મેચ દરમિયાન સમાન રહેશે. અમદાવાદ ગ્રાઉન્ડ પર ડે-નાઇટ ટેસ્ટ ચાલી રહી છે ત્યારે મેચમાં પિંક બોલ બેટ્સમેનોને કેવી રીતે પરેશાન કરશે તે અંગે ઘણી ચર્ચાઓ ચાલી રહી છે. પ્રથમ ઈંનિંગ્સમાં ઈંગ્લેન્ડનાં બેટ્સમેનો અક્ષર પટેલનાં ફીરકી બોલનો સામનો કરી શક્યા ન હોતા અને પટેલે અડધાથી વધુ ખેલાડીઓને પેવેલિયનની દિશા બતાવી હતી. ઈંગ્લેન્ડની પહેલી ઇનિંગ બાદ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત પણ સારી ન હોતી રહી અને પ્રથમ બે વિકેટ માત્ર 34 રન પર પડી હતી. જે બાદ કેેપ્ટન વિરાટ કોહલી અને રોહિત શર્માએ ઈંનિંગ સંભાળી હતી.

Cricket / ઈંગ્લેન્ડને લાગ્યો ડબલ ઝટકો, શું રૂટ બચાવી શકશે ટીમની લાજ?

જ્યારે રોહિત શર્મા 57 રન કર્યા, જ્યારે વિરાટ કોહલીએ પહેલા દિવસની અંતિમ ઓવર પહેલા જ જેક લીચનાં બોલ પર આઉટ થઇ ગયો હતો. પ્રથમ દિવસની રમતનાં અંત સુધીમાં ભારતનો સ્કોર 99/3 હતો. ભારત પ્રથમ દાવમાં ઈંગ્લેન્ડથી 13 રને પાછળ હતુ. આવી સ્થિતિમાં, બીજા દિવસની રમતમાં, ભારતીય ટીમ મોટી લીડ લેવાનાં ઇરાદાથી મેદાનમાં ઉતરી હતી. પરંતુ તે માત્ર 145 રન પર ઓલ આઉટ થઇ ગઇ હતી. જ્યારે ઈંગ્લેન્ડની ટીમ 50/4 છે. ઈંગ્લેન્ડની સ્થિતિ હાલમાં ઘણી ખરાબ દેખાઇ રહી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ