ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચાર ટેસ્ટ મેચની શ્રેણીની ત્રીજી મેચ અમદાવાદનાં નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાઇ રહી છે. ડે-નાઈટ ટેસ્ટ મેચનો આજે બીજો દિવસ છે. ભારતની પહેલી ઇનિંગ્સ આ સમયે ચાલુ છે. મેચનાં પ્રથમ દિવસે ઈંગ્લેન્ડનાં કેપ્ટન જો રૂટે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો, પરંતુ ઈંગ્લિશ બેટ્સમેનો ભારતીય સ્પિન બોલરોની સામે મેદાનમાં ટકી શક્યા નહોતા અને પૂરી ટીમ પ્રથમ ઈંનિંગમાં 112 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. ટીમ ઇન્ડિયા તરફથી અક્ષર પટેલે છ અને રવિચંદ્રન અશ્વિને ત્રણ વિકેટ લીધી હતી.
Cricket / ભારતની નવમી વિકેટ પડી, ટીમ ઈન્ડિયાએ પહેલા સેશનમાં ગુમાવી 5 વિકેટ
આપને જણાવી દઇએ કે, ઈંગ્લેન્ડે ભારતને 145 રનમાં ઓલઆઉટ કરી જબરદસ્ત બોલિંગનું પ્રદર્શન કર્યુ છે. જેમા ખાસ કરીને ઈંગ્લેન્ડનાં કેપ્ટન જો રૂટે ભારતીય બેટ્સમોનો માટે વિકેટ પર ટકી રહેવુ મુશ્કેલ કરી દીધુ હતુ. જો રૂટે અહી 5 વિકેટ લઇ ભારતને 145 રન પર રોકી દીધુ છે.
That's Tea on Day 2 of the third @Paytm #INDvENG #PinkBallTest!
England 112 all out#TeamIndia all out for 145 and secure a 33-run lead. @ImRo45 66
Joe Root 5/8We shall be back for the second session of the Day shortly!
Scorecard 👉 https://t.co/9HjQB6TZyX pic.twitter.com/iuCl9bnJdF
— BCCI (@BCCI) February 25, 2021
Cricket / નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં અક્ષર પટેલે રચ્યો ઈતિહાસ, આ રેકોર્ડ કર્યો નામે
ત્રીજી ટેસ્ટ મેચનાં બીજા દિવસે રમત શરૂ થઈ ગઈ છે. ભારતીય ટીમનો સ્કોર ઈંગ્લેન્ડની ટીમનાં સ્કોરને વટાવી ગયો છે. ભારતીય ટીમે હવે ઈંગ્લેન્ડને લીડ આપવાનું શરૂ કરી દીધું છે. રોહિતનો પ્રથમ દિવસનાં અંત સુધી સાથ આપનાર રહાણે ફરી એકવાર પોતાની ઇનિંગ્સ મોટી બનાવવામાં નિષ્ફળ ગયો હતો. રહાણે એલ્બી આઉટ થયો હતો. તેની વિકેટ સ્પિનર જેક લીચે લીધી હતી. ભારતને 114 રનનાં સ્કોર પર ચોથો ફટકો લાગ્યો છે. રહાણેનાં આઉટ થયા બાદ, રિષભ પંત રોહિતનો સાથ આપવા પહોંચ્યો હતો. હવે સ્થિતિ પૂર રીતે બદલાઇ ચુકી છે. હાલમાં મળી રહેલી માહિતી અનુસાર, ટીમ ઈન્ડિયા 145 રનમાં ઓલ આઉટ થઇ ગઇ છે. ખાસ કરીને ઈંગ્લેન્ડનાં કેપ્ટન જો રૂટે ભારતીય બેટ્સમેનોની સ્થિતિ ખરાબ કરી દીધી છે. આ મેચમાં રૂટે 5 વિકેટ ઝડપી છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…
