ન્યૂઝીલેન્ડ ક્રિકેટ ટીમને રમતમાં પોતાના વર્તનની સાથે લોકોનાં દિલ જીતવામાં માહિર માનવામાં આવે છે. T20 વર્લ્ડકપ 2021ની ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાનાં હાથે હાર બાદ હવે કિવી ટીમ ભારતમાં ત્રણ મેચની T20 સીરીઝ રમી રહી છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં ન્યૂઝીલેન્ડનો સ્ટાર બોલર ટ્રેન્ટ બોલ્ટ બસ ડ્રાઈવરને ગળે લગાવતો જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો – India vs Newzealand / આ ખેલાડી બે દેશો તરફથી T20 રમતી વખતે ફિફ્ટી ફટકારનાર પ્રથમ ખેલાડી બન્યો
ન્યૂઝીલેન્ડની ક્રિકેટ ટીમે તાજેતરમાં UAE છોડીને ભારત જવાની ટીમનો એક વીડિયો પોસ્ટ કર્યો હતો, જેમાં ટ્રેન્ટ બોલ્ટ એક બસ ડ્રાઈવરને ગળે લગાવતો જોવા મળ્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે અને ચાહકો કિવી બોલરનાં ખૂબ વખાણ કરી રહ્યા છે. કેન વિલિયમસનની આગેવાની હેઠળની ટીમે તાજેતરમાં સમાપ્ત થયેલા T20 વર્લ્ડકપમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું અને પ્રથમ વખત મેગા ઇવેન્ટની ફાઈનલમાં જગ્યા બનાવી હતી. હૃદયસ્પર્શી વીડિયોમાં ટ્રેન્ટ બોલ્ટ ન્યૂઝીલેન્ડ ટીમનાં બસ ડ્રાઈવર સંતોષ સાથે સેલ્ફી લેતો અને વીડિયોમાં ડ્રાઈવરને ગળે લગાવતો જોઈ શકાય છે. તાજેતરમાં યોજાયેલા T20 વર્લ્ડકપ દરમિયાન ન્યૂઝીલેન્ડનાં અભિયાન વિશે વાત કરીએ તો, કેન વિલિયમસનની આગેવાની હેઠળની ટીમે પાકિસ્તાન સામે હાર સાથે ટૂર્નામેન્ટની શરૂઆત કરી હતી. જો કે, હાર બાદ, કિવી ટીમ તેમની આગામી 4 ગ્રૂપ રમતો જીતવામાં સફળ રહ્યા અને સેમિફાઇનલ માટે ક્વોલિફાય થયા, જ્યાં તેમણે ઈંગ્લેન્ડની મજબૂત ટીમને હરાવીને 167નાં પડકારરૂપ લક્ષ્યાંકનો પીછો કર્યો.
https://www.instagram.com/tv/CWTTh6lliJN/?utm_source=ig_web_copy_link
આ પણ વાંચો – India vs Newzealand / ચહરે આપ્યો ગુપ્ટિલને વળતો જવાબ, આપ્યો એવો Look કે મળ્યો અનોખો એવોર્ડ
ફાઈનલમાં કેન એન્ડ કંપનીનો સામનો ઓસ્ટ્રેલિયા સામે થયો હતો, પરંતુ ઓસ્ટ્રેલિયાની ટીમે ટાઇટલ મુકાબલામાં તેમના પર પ્રભુત્વ જમાવ્યું હતું અને પ્રથમ વખત T20 વર્લ્ડકપ જીતવામાં સફળ રહી હતી. ટીમ ઈન્ડિયા બુધવારે પ્રથમ T20Iમાં ન્યૂઝીલેન્ડ સામે પાંચ વિકેટે જીત મેળવીને ત્રણ મેચની સીરીઝમાં 1-0થી આગળ છે. બીજી T20 મેચ 19 નવેમ્બર, શુક્રવારે રાંચીમાં રમાશે.
