Corona Update/ કોરોના વિશ્વના 25 લાખ લોકોને ભરખી ગયો, 11 કરોડ કોરોનાની ઝપટે ચડયા

દેશ અને દુનિયામાં એક વર્ષથી મહેમાન બનેલો કોરોના હજુ સુધી જવાનું નામ લઇ રહ્યો નથી.કોરોના વેકસીન શોધાઈ ગયા પછી પણ કોરોનાનો કહેર હજુ શમ્યો નથી, કેસ ઘટયા છે તેમ છતાં છેલ્લા કેટલાક દિવસોથી દેશમાં

World

દેશ અને દુનિયામાં એક વર્ષથી મહેમાન બનેલો કોરોના હજુ સુધી જવાનું નામ લઇ રહ્યો નથી.કોરોના વેકસીન શોધાઈ ગયા પછી પણ કોરોનાનો કહેર હજુ શમ્યો નથી, કેસ ઘટયા છે તેમ છતાં છેલ્લા કેટલાક દિવસોથી દેશમાં કોરોનાએ ઉથલો માર્યો છે. હાલ દુનિયામાં કોરોનાના કેસનો આંકડો 11 કરોડને પાર થઈ ગયો છે, આ બીમારએ વિશ્ર્વમાં લગભગ 25 લાખ લોકોના જીવ લીધા છે. હાલ દુનિયામાં કોરોના સંક્રમીતોનો આંકડો 11,25,34,393 સુધી પહોંચી ગયો છે.

Karnataka Man Dies at 76, Becomes India's First Coronavirus Fatality | The Weather Channel - Articles from The Weather Channel | weather.com

 

PM Modi / વડાપ્રધાન મોદી 6 માર્ચે ગુજરાતમાં, કેવડિયામાં ડિફેન્સ કોન્ફરન્સમાં રહેશે ઉપસ્થિત

જોન્સ હોપકીન્સ યુનિવર્સિટીના સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્જીનીયરીંગ (સીએસએસઈ)ના તાજા આંકડા અનુસાર અમેરિકા દુનિયામાં કોરોનાથી સૌથી વધુ અસરગ્રસ્ત દેશ છે. અહી અત્યાર સુધીમાં 2 કરોડ 83 લાખ 34 હજાર 797 કેસ નોંધાયા છે જયારે 5 લાખ 5 હજાર 803 લોકોના મોત થયા છે. અમેરિકા બાદ ભારત વિશ્ર્વમાં કોરોનાથી સૌથી વધુ અસરગ્રસ્ત દેશ છે. અહીં અત્યાર સુધીમાં 1 કરોડ 10 લાખ 46 હજાર 914 કેસ બહાર આવ્યા છે.

How long does it take to beat the COVID-19 virus? Even doctors play a guessing game - OrissaPOST

Fire / તમિલનાડુના શિવકાશીમાં ફટાકડા ફેકટરીમાં લાગી ભીષણ આગ, 6 નાં મોત

ભારતમાં કોરોનાથી 1,56,705 લોકોના મોત થયા છે. આ સિવાય બ્રાઝીલમાં 1 કરોડ 3 લાખ 24 હજાર 463, યુકેમાં 41,56,703, રશિયામાં 41,53,75 ફ્રાન્સમાં 37,21,061 સ્પેનમાં 31,21,061 કેસો નોંધાયા છે. બ્રાઝીલમાં કોરોનાથી મોતનો આંકડો 2,49,957 છે જયારે મેકસીકોમાં મોતનો આંકડો 1,82,815નો છે.

Keep away! - Turn the Page

Cricket / અક્ષર પટેલ બાદ અશ્વિને રચ્યો ઈતિહાસ, સૌથી ઝડપી 400 વિકેટ લેનાર ભારતીય ખેલાડી બન્યો

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…