VISIT/ સુરત ગ્લોબલ ટેક્સ્ટાઇલ માર્કેટની મુલાકાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, ઉદ્યોગપતિઓની મહેનત અને બુદ્ધિથી પ્રભાવિત

સુરતના ટેક્સટાઈલ માર્કેટ વિશ્વસ્તરે ગણના થાય છે. ત્યારે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ અહીંની મુલાકાત લઇ અને પ્રભાવિત થયા હતા.રાજયપાલ આચાર્ય દેવવ્રતજી સુરત શહેરના રીંગરોડ ખાતેની ગ્લોબલ ટેક્ષટાઈલ માર્કેટમાં આવેલી

Gujarat

સુરતના ટેક્સટાઈલ માર્કેટ વિશ્વસ્તરે ગણના થાય છે. ત્યારે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ અહીંની મુલાકાત લઇ અને પ્રભાવિત થયા હતા.રાજયપાલ આચાર્ય દેવવ્રતજી સુરત શહેરના રીંગરોડ ખાતેની ગ્લોબલ ટેક્ષટાઈલ માર્કેટમાં આવેલી વિવિધ ટેક્ષટાઈલના વેપારીઓની દુકાનોની શુભેચ્છા મુલાકાત લઈ કાપડનું ખરીદ-વેચાણનું પ્રત્યક્ષ નિદર્શન કર્યું હતું. રાજયપાલે જણાવ્યું કે, ‘ભારત દેશમાં આવુ વર્લ્ડ ક્લાસ માર્કેટ છે. જે પહેલીવાર જોવા મળ્યું. સુરતએ જ શહેર છે જે દુનિયામાં સૌથી વધુ ઝડપે વિકસિત ૧૦ દેશોમાં સ્થાન ધરાવે છે. આ વિકાસમાં સુરત ઉદ્યોગપતિઓ અને વેપારીઓની મહેનત, પ્રામાણિકતા, બુધ્ધિ કૌશલ્ય કારણભૂત છે. જેનાથી શહેરને પ્રતિષ્ઠા સાંપડી છે.

Corona Update / કોરોના વિશ્વના 25 લાખ લોકોને ભરખી ગયો, 11 કરોડ કોરોનાની ઝપટે ચડયા

ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા આપવામાં આવેલા આત્મનિર્ભર ભારત અભિયાનમાં સુરતનું અનોખું યોગદાન રહ્યું છે. એકલું સુરત ૧૫ થી ૨૦ લાખ લોકોને રોજગારી આપીને ગરીબ પરિવારોના ઘરમાં અજવાળા કરવાનું કાર્ય કરી રહ્યું છે. જેનાથી સુરત નગરની સૂરત અને સીરત બદલાઈ ગઈ છે. રાજયપાલે યુવાઓને નશામુકત બને, બેટી બચાવો બેટી પઢાઓ જેવા અભિયાનો સાથે હરિયાણામાં કાર્ય કરી રહ્યા હોવાની વિગતો આપી હતી. ભારત દેશને આર્થિક રીતે સુદૃઢ અને સમૃદ્ધ બનાવવા અહીના વેપારી, ઉદ્યોગપતિએ આપેલા યોગદાન બદલ સૌને શુભકામનાઓ પાઠવી હતી.

Cricket / અમદાવાદ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની ઐતિહાસિક જીત, ઈંગ્લેન્ડને 10 વિકેટે હરાવ્યું

આ અવસરે ટેક્ષટાઈલ ફેડરેશનના હર્ષીલભાઇએ જણાવ્યું હતું કે, સુરત શહેરને સમગ્ર વિશ્વમાં મેન્યુફેકચરીંગના કારણે મર્ચન્ટ ઓફ ઈન્ડિયા કહેવામાં આવે છે. સુરત શહેરમાં ૧૫ લાખથી વધુ શ્રમિકો રોજગારી મેળવી રહ્યા છે. આગામી સમયમાં વધુ ૧૦ લાખ લોકોની જરૂર પડશે તેમ જણાવીને સુરત રેલ્વે, એર કનેકટીવી તેમજ હજીરાથી એકસપોર્ટ-ઈનપોર્ટની  સરળતા, પાવર, પાણીની ઉપલબ્ધતાઓના કારણે શહેરનો વિકાસ તેજ ગતીએ આગળ વધી રહ્યો છે. કેન્દ્ર તથા રાજય સરકારની હકારાત્મક નિતિઓ તથા ઈઝ ઓફ ડુઈગ બિઝનેશના કારણે વિકાસના નવા દ્રાર ખુલ્યા હોવાનું તેમણે જણાવ્યું હતું. આ વેળાએ કનૈયાલાલ કોકરા, સુબોધ સિધવી, મનોજ અગ્રવાલ, લલીત શાહ તેમજ ટેક્ષટાઈલ સાથે સંકળાયેલા ફોસ્ટા તથા વિવિધ ફેડરેશનોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…