Wrestling/ કોરોના બાદ વિનેશ ફોગાટે કરી શાનદાર વાપસી, પહેલી જ ટૂર્નામેન્ટમાં જીત્યો ગોલ્ડ

ભારતની સ્ટાર મહિલા રેસલર વિનેશ ફોગાટે રવિવારે યુક્રેનિયન રેસલર્સ અને કોચ મેમોરિયલની ફાઈનલમાં જીત નોંધાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો.

Sports

ભારતની સ્ટાર મહિલા રેસલર વિનેશ ફોગાટે રવિવારે યુક્રેનિયન રેસલર્સ અને કોચ મેમોરિયલની ફાઈનલમાં જીત નોંધાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. મહિલા રેસલર વિનેશ ફોગાટે યુક્રેનિયન રેસલર્સ અને કોચ મેમોરિયલની ફાઈનલમાં શાનદાર વાપસી કરી હતી.

Cricket / વિજય હજારે ટ્રોફીમાં અભિષેક શર્માએ તાબડતોડ બેટિંગ કરતા માત્ર 42 બોલમાં ફટકારી સદી

આપને જણાવી દઇએ કે, વિનેશ ફોગાટે તેની ખિતાબ મેચમાં બેલારુસની રેસલર અને ભૂતપૂર્વ વર્લ્ડ ચેમ્પિયન વેનેસા કલાજિન્સકાયાને 10-8 થી હરાવી હતી. મહિલા 53 કિગ્રા વજન કેટેગરીમાં પહેલાથી જ ટોક્યો ઓલિમ્પિકની ટિકિટ જીતનાર વિનેશે આ કેટેગરીમાં આ ગોલ્ડ જીત્યો છે. આપને જણાવી દઇએ કે, લોકડાઉનમાં છૂટ બાદ મહિલા રેસલર વિનેશ ફોગાટ નવેમ્બર 2020 થી યુરોપમાં તાલીમ લઈ રહી હતી. ફાઇનલમાં પહોંચતા પહેલા વિનેશે ક્વાર્ટર ફાઇનલમાં અને પ્રી ક્વાર્ટર ફાઇનલમાં મજબૂત રમત રમી હતી. એશિયન અને કોમનવેલ્થ ગેમ્સનાં સુવર્ણચંદ્રક વિજેતા ખેલાડીએ સેમિફાઇનલમાં રોમાનિયાની એના એ ને 2-0થી હરાવી હતી. વિશ્વવ્યાપી કોરોના રોગચાળાને કારણે વિનેશ રમતથી એક વર્ષ દૂર રહ્યા પછી રિંગમાં ઉતરી હતી. ફાઇનલ જીત્યા પછી, ફોગાટ 4-7 માર્ચ દરમિયાન રોમમાં યોજાનારી આ સિઝનની પ્રથમ રેન્કિંગ ટૂર્નામેન્ટ માટે રોમ જશે.

Cricket / હાર્દિક પંડ્યા બન્યો સ્પાઈડર મેન, જુઓ કેવી કરી રહ્યો છે તૈયારી

વિનેશ ફોગાટ કોરોનાથી સંક્રમિત થઇ હતી

વિનેશને 2016 ની રિયો ઓલિમ્પિક રમતોમાં ઈજા થઈ હતી, જેના કારણે તે લાંબા સમય સુધી મેટથી દૂર રહી હતી. તે ઈજા બાદ વિનેશનો આ સૌથી લાંબો વિરામ છે. તેમની છેલ્લી ટૂર્નામેન્ટ ગત વર્ષે ફેબ્રુઆરીમાં નવી દિલ્હીમાં ભારતની રાજધાનીમાં આયોજિત એશિયન ચેમ્પિયનશિપ હતી. આ પછી, તે કોવિડને કારણે ઘરે જ રોકાઈ હતી. કોવિડ-19 ને કારણે તેણીનાં લોકડાઉનને કારણે તેની તાલીમ પણ પ્રભાવિત થઈ હતી. વિનેશ પણ કોરોનાથી ચેપ લાગ્યો હતો.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ