- સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું આજે પરિણામ
- 31 જિ.પં,231 તા.પં,81 ન.પા.નું પરિણામ
- પંચાયત અને પાલિકાની ચૂંટણીની મતગણતરી
- સવારે 9 કલાકથી શરૂ થશે મતગણતરી
- મતગણતરી કેન્દ્રો પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત
- સંવેદનશીલ વિસ્તારો પર પોલીસની બાજનજર
- મંતવ્ય ન્યૂઝ પર પરિણામનું મહાકવરેજ
- મતગણતરી કેન્દ્રો પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત
રાજ્યમાં આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું પરિણામ આવવાનું છે. જેને લઇને પૂરી તૈયારીઓ થઇ રહી છે. જણાવી દઇએ કે, રાજ્યમાં 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત અને 81 નગરપાલિકાનું પરિણામ આજે આવશે. જેમા જોવાનુ રહેશે કે જનતાએ કોના પર ભરોસો બતાવ્યો છે અને કોને સાઇડલાઇન કર્યા છે.
Ahmedabad: અમદાવાદમાં પોલીસે ખાખી વર્ધી પર લગાવ્યું લાંછન, કર્યું એવું પછી મામલો બિચક્યો
આપને જણાવી દઇએ કે, આજે સવારે 9 કલાકથી મતગણતરી શરૂ થશે. તમામ મતગણતરી કેન્દ્રો પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે. ખાસ સંવેદનશીલ વિસ્તારો પર પોલીસની બાજ નજર રહેેશે. આપને જણાવી દઇએ કે, ગત સપ્તાહ 6 મ્યુનિસિપલ કોર્પોરેશનનાં ચૂંટણી પરીણામો જાહેર થયા બાદ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં બીજા તબક્કે પાલિકા-પંચાયતની 8,261 બેઠકો માટે 2 જી માર્ચને મંગળવારની સવારે 8 ક્લાકથી રાજ્યમાં 542 સ્થળેથી 845 હોલમાં મતગતણરી શરૂ થશે. ત્યારે દરેક પક્ષની આ મતગણતરી પર નજર રહેશે.
Fire: ગરમીનો પારો વધતા સુરતના આ વિસ્તારમાં લાગી આગ, સર્જાયો અફરાતફરીનો માહોલ
ખાસ કરીને કોંગ્રેસની આ ચૂંટણી પરિણામ પર નજર રહેશે. આપને જણવી દઇએ કે, મોડી રાત સુધી ચાલનારી આ મતગણતરીના જનાદેશમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના 22,174 ઉમેદવારોના ભવિષ્ય સાથે બે કરોડથી વધુ મતદારો વિધાનસભા-2022 ની ચૂંટણી માટેનો મૂડ પણ અત્યારથી જ સ્પષ્ટ કરી દેશે એ નક્કી છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…
