Ahmedabad/ લો બોલો હવે દરગાહ પણ સલામત નથી…જુઓ સીસીટીવી ફૂટેજમાં આખરે શું થયું

@રવિ ભાવસાર, મંતવ્ય ન્યુઝ , અમદાવાદ રૂપિયાની લાલચ જયારે વ્યક્તિના મગજમાં બેસી જાય ત્યારે તેને માનવતા કે ધર્મના સિદ્ધાંતની કોઈ મૂલ્યતા તેના માટે રહેતી નથી. તે ફક્ત ને ફક્ત શોર્ટકર્ટમાં રૂપિયા કમાવવા માટે ગેરકાનૂની કામ તો કરે જ છે જોડે કુદરતને ભૂલીને ન કરવાની ચીજો પણ કરતો થઇ જાય છે. એટલે જ કહેવાય છે કે […]

Ahmedabad Gujarat

@રવિ ભાવસાર, મંતવ્ય ન્યુઝ , અમદાવાદ

રૂપિયાની લાલચ જયારે વ્યક્તિના મગજમાં બેસી જાય ત્યારે તેને માનવતા કે ધર્મના સિદ્ધાંતની કોઈ મૂલ્યતા તેના માટે રહેતી નથી. તે ફક્ત ને ફક્ત શોર્ટકર્ટમાં રૂપિયા કમાવવા માટે ગેરકાનૂની કામ તો કરે જ છે જોડે કુદરતને ભૂલીને ન કરવાની ચીજો પણ કરતો થઇ જાય છે. એટલે જ કહેવાય છે કે લાલચી માણસનો પતન તેની લાલચને કારણે જ થાય છે અને ઘણી વાર વધુ પડતું લાલચ કરવાના કારણે વ્યક્તિને યાદ જ રહેતું નથી કે તે કંઈ રીતે રૂપિયાને મેળવી રહ્યો છે.

 

અમદાવાદની ખાનપુર વિસ્તારમાં આવેલી અબ્દુલ વહાબ સાહૅબ નામની પ્રાચીન દરગાહમાં ચોરીની ઘટના બની હતી. દરગાહની અંદર લગાવેલા સીસીટીવી ફુટેજમાં સમગ્ર ઘટના કેદ થઇ હતી. સીસીટીવીના આધારે દરગાહના સંચાલકોને ખ્યાલ આવ્યું હતું કે એક અજાણી વ્યક્તિ દરગાહમાં આવતી દેખાય છે. અને તેણે દરગાહની પેટીમાંથી દાન પેટે આપેલ રકમને કાઢી લીધા હતા. ત્યારબાદ તે દરગાહમાંથી નાસી છૂટ્યો હતો. સમગ્ર ઘટનામાં જાણી નથી શકાયું કે કેટલા રૂપિયાની ખરેખર ચોરી થઇ છે. હાલ, આ મામલે દરગાહના સંચાલકો દ્વારા સત્તાવાર રીતે કોઈ જાહેરાત કરાઈ નથી કે તેમજ કોઈ જાતની પોલીસ ફરિયાદ થઇ છે.

પરંતુ, આવી પવિત્ર જગ્યાએ પણ હવે તસ્કરો મુલાકાત લેતા થઇ ગયા છે અને પોતાનો મનસૂબો પૂરો કરવા માટે પવિત્ર જગ્યાએ ચોરી કરતા થઇ ગયા છે જે ખુબજ શરમની વાત છે. આસપાસના લોકોને આ ઘટના અંગેની જાણ થયા બાદ તેઓની અંદર ચોરે કરેલ કરતૂતોને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે.