- રાજ્યમાં ગરમીથી તપવા રહેજો તૈયાર
- હવામાન વિભાગની આગાહી
- 14મી માર્ચથી ગરમીનો પારો 40 ડિગ્રી સુધી જશે
- ગાંધીનગર-રાજકોટ 38.5 ડિગ્રી સાથે સૌથી ગરમ
- આગામી દિવસોમાં વધશે ગરમીનું જોર
રાજ્યમાં ઉનાળાની શરૂઆત હવે થઇ ગઇ છે. જો કે આજે પણ મિશ્ર ઋતુનો અહેસાસ થઇ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે આગામી દિવસોમાં તાપમાનમાં વધારો થવાની આગાહી કરી છે. હવામાન વિભાગનાં જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં રાજ્યનાં કેટલાક ભાગોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીની આસપાસ જવાની વકી છે.
News: અસારવાના ભાજપના ધારાસભ્ય પ્રદિપ પરમારની દાદાગીરીનો એક વીડિયો સામે આવ્યો
આપને જણાવી દઇએ કે, જે રીતે શિયાળામાં ઠંડીએ ઝોર પકડ્યું હતુ તેવી જ રીતે હવે ઉનાળાની શરૂઆત થવાની સાથે જ ગરમીમાં વધારો થઇ રહ્યો છે. તાપમાનમાં વધારો થતા બપોરનાં સમયે રસ્તાઓ પર આકાશમાંથી જાણે અગનવર્ષા ન થતી હોય તેવુ લાગી રહ્યું છે. ગરમીનાં કારણે ખાસ કરીને બપોરનાં સમયે રસ્તાઓ સુના દેખાતા હોય છે. જો કે આ હજુ શરૂઆત છે. આવનારા દિવસોમાં હજી વધુ ગરમી પડવાની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે.
રાજકીય: વાંચો, કઈ કઈ તારીખે યોજશે ભાજપની પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક
મળી રહેલી માહિતી અનુસાર, ગાંધીનગર-રાજકોટ માં 38.5 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ. ગુજરાતનાં કેપિટલ ગાંધીનગર આમ તો ગ્રીન સિટી તરીકે ઓળખાય છે, પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી વિકાસ, રોડ-રસ્તાના નામે ઘણા ઝાડને કાપવામાં આવ્યા છે. જેનુ પરિણામ સ્વરૂપ હાલમાં ગાંધીનગર જેવા ગ્રીન સિટીમાં ગરમીનું પ્રમાણ વધ્યું છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…
