Not Set/ અમદાવાદના એક પરિવારને 1 કિલો મરચું 1.16 લાખ રૂ.માં પડ્યું, જાણો

અમદાવાદના નારોલમં રહેતા રમેશ ભાવસારે એક અઠવાડિયા પહેલા એટલે કે ગત 9 માર્ચે ઓનલાઈન શોપિંગ કરતા રૂ 500નું એક કિલો લાલ મરચુ મંગાવવાનો ઓર્ડર આપ્યો હતો.

Ahmedabad Gujarat

આજનો જમાનો એ ટેકનોલોજી અને સોશિયલ મીડિયાનો યુગ છે, જે દુનિયાના લોકો માટે ફાયદાકારક પણ છે નુકશાનકારક. જો કે આ ટેકનોલોજીના યુગમાં કેટલીકવાર લોકો સાઈબર ક્રાઈમનો ભોગ બનતા હોય છે અને તેઓ સાથે એવું બનતું હોય છે કે, જેમાં લોકોને મોટું નુકશાન થતું હોય છે. આજ પ્રકારનો એક ચેતવણીરૂપ કિસ્સો અમદાવાદમાંથી સામે આવ્યો છે., જ્યાં શહેરના નારોલ વિસ્તારમાં રહેતો એક પરિવાર સાઈબર ક્રાઈમનો ભોગ બન્યો છે.

હકીકતમાં, અમદાવાદના નારોલમં રહેતા રમેશ ભાવસારે એક અઠવાડિયા પહેલા એટલે કે ગત 9 માર્ચે ઓનલાઈન શોપિંગ કરતા રૂ 500નું એક કિલો લાલ મરચુ મંગાવવાનો ઓર્ડર આપ્યો હતો. 13 માર્ચના રોજ ઘરે મરચુ આવ્યુ પરંતુ એક કિલોના બદલે 500 ગ્રામ આવ્યુ હતુ.

આ પણ વાંચો : ગેમ રમતી વખતે મોબાઇલમાં થયો ધડાકો, ભાઈ-બહેન ગંભીર રીતે દાઝ્યા

ત્યારબાદ એક કિલોના પૈસા લીધા હોવા માટે 250 રૂપિયા પરત મેળવવા રમેશભાઈએ ગુગલ સર્ચથી હેલ્પલાઈન નંબર મેળવીને સંપર્ક કર્યો. પરંતુ તેમનો ફોન ઠગોને લાગ્યો. આ ઠગ ટોળકીએ પૈસા પરત આપવાના નામે એટીએમનો નંબર અને ઓટીપી મેળવી લીધો અને ત્રણ વખત ટ્રાન્જેકશન કરીને રૂ 1.16 લાખ ઉપાડી લીધા હતા.

આ રીતે રમેશ ભાવસારને માત્ર 500 રૂપિયાનું ઓનલાઈન મરચું 1.16 લાખમાં પડતા પરિવારના લોકો આઘાતમાં આવી ગયા છે. બીજી બાજુ ઠગાઈ ભોગ બનેલા ભાવસાર પરિવારે પોતાના દીકરાના લગ્ન માટે લોન લીધી હતી, પરંતુ જે હવે ઠગો ઠગી ગયા છે, જેના કારણે પરિવારે લગ્ન પણ અટકાવી દીધા છે. અમદાવાદના આ પરિવારે ત્યારબાદ સમગ્ર મામલે સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાઇ છે.

આ પણ વાંચો : વેક્સીન લીધાં બાદ પણ સફાઇ કર્મીને કોરોના, હોસ્પીટલમાં થયું મોત