Not Set/ ગેમ રમતી વખતે મોબાઇલમાં થયો ધડાકો, ભાઈ-બહેન ગંભીર રીતે દાઝ્યા

મોબાઈલ બ્લાસ્ટના અનેક કિસ્સાઓ નોંધાયા છે. ત્યારે વાંકાનેરના વિનયગઢમાં મોબાઇલ બ્લાસ્ટ થવાની ઘટના સામે આવી છે. જેમાં ભાઇ-બહેન ગંભીર રીતે દાઝી ગયા હતા.

Gujarat Others

મોબાઈલ બ્લાસ્ટના અનેક કિસ્સાઓ નોંધાયા છે. ત્યારે વાંકાનેરના વિનયગઢમાં મોબાઇલ બ્લાસ્ટ થવાની ઘટના સામે આવી છે. જેમાં ભાઇ-બહેન ગંભીર રીતે દાઝી ગયા હતા. જયારે તમના માતા-પિતા પાણી પીવા આવ્યા ત્યારે જાણ થઇ કે પુત્ર અને પુત્રી લોહીલુહાણ હાલતમાં પડયા છે. અને બાજુમાં મોબાઇલ પડયો હતો.ત્યારબાદ તુરંત જ ભાઇ-બહેનને સીવીલમાં ખસેડાયા છે. હાલ વધુ સારવાર માટે બાળકને અમદાવાદમાં રીફર કરાયા છે.

આ પણ વાંચો :  સીઆર પાટીલ વાળા વોટ્સએપ ગૃપમાં શેર કરવામાં આવ્યા બિભત્સ ફોટા, સર્જાયો વિવાદ

આ મામલે મળતી માહિતી અનુસાર, વિનયગઢમાં વાડીએ ખેતમજુરી કરતા મુળ રાધનપુરના શ્રમિક પરીવારની બાળકી સપના ભાવેશભાઇ ઠાકોર (ઉ.વ. 7) અને પુત્ર વિજય ભાવેશભાઇ ઠાકોર (ઉ.વ. 10) બંને વાડીએ મોબાઇલમાં ગેઇમ રમતા હતા ત્યારે મોબાઇલમાં અચાનક બ્લાસ્ટ થતાં જ સપનાને મોઢા પર અને વિજયને આંખમાં ઇજા થઇ હતી અને થોડીવારમાં ત્યાં દંપતીએ આવીને જોયુ તો પુત્ર અને પુત્રી લોહીલુહાણ હાલતમાં પડયા હતા. તુરંત જ બંનેને રાજકોટ સીવીલમાં ખસેડાયા હતા. અને વિજયને અમદાવાદ સીવીલમાં રીફર કરાયો હતો.

આ પણ વાંચો : ગટરના પાણીને શુદ્ધ કરીને તૈયાર કરાયું મિયાવાકી વન, આવો વધુ જાણીએ આ વન વિષે

આ ઘટના વિશે ઈજાગ્રસ્ત બાળકોના સંબંધી કુકીબેન ઠાકોરે જણાવ્યું કે, બંને બાળકો મોબાઈલમાં રમી રહ્યા હતા, ત્યારે અમને પણ ખબર નહિ કે કેવી રીતે મોબાઈલની બેટરીમાં બ્લાસ્ટ થયો. પણ બાળકોએ બેટરીના સેલને મોબાઈલ સાથે અડાડ્યો હતો. જેમાં દીકરો વિજય ગંભીર રીતે દાઝ્યો છે. જે ફોનમાં બ્લાસ્ટ થયો તો વીવો કંપનીનો હતો. જેમાં દીકરીની માત્ર હોઠ પર વાગ્યું છે. બંને બાળકોના માતાપિતા વાડીમાં કામ કરે છે. દીકરાને અમદાવાદ સારવાર માટે લઈ જવાઈ છે, અને દીકરીની હાલ રાજકોટમાં સારવાર ચાલી રહી છે.

આ પણ વાંચો : મંત્રી ઈશ્વર પટેલને રસી લેવાના બીજા દિવસે થયો કોરોના

મહત્વું છે કે, આ બનાવમાં ઘવાયેલાનાં પિતા ભાવેશભાઇએ આક્ષેપ કરતા જણાવ્યુ હતુ કે પોતે ખેતમજુરી કરે છે. પત્નીનું નામ જોશનાબેન છે. ગઇકાલે સંતાનો જીઓ મોબાઇલમાંગેઇમ રમતા હતાં મોબાઇલમાંથી એકાદ વાર બેટરી કાઢી ફરીથી નાખી હતી અને મોબાઇલમાં બ્લાસ્ટ થયો હતો.જો કે આ અંગે હાલ વાંકાનેર પોલીસે કાગળો કરવા તજવીજ આદરી છે.