સમગ્ર દેશ સહિત વિવિધ રાજ્યોમાં કોરોના વધતા જતા કે સરકારની ચિંતા વધારી છે ત્યારે ગુજરાતમાં પણ કોરોના એ હાહાકાર મચાવ્યો છે. કોરોનાના વધતા જતા કેસ વચ્ચે એક તરફ વેકસીનેશન જ એકમાત્ર વિકલ્પ છે તે સમયે વેકસીનની અસરકારકતા અંગે પણ એક નવો વિવાદ સર્જાયો છે.રાજ્ય સરકાર દ્વારા મહાનગરોમાં ની સમય મર્યાદા વધારવામાં આવી છે તેની વચ્ચે સુરતમાં વેકસીનેશન હેઠળ આવરી લેવાયેલા પોલીસ દળના જવાનોમાંથી સાત જવાનો કોરોના પોઝીટીવ જાહેર થયા છે અને આ જવાનોએ વેકસીનનો પ્રથમ ડોઝ લીધો જ હતો અને તેમાંથી કેટલાકે બીજો ડોઝ પણ લીધો હતો છતાં પણ તેઓ પોઝીટીવ જાહેર થયા છે.

વેક્સિનેશન શરૂ થવાના કારણે દેશભરના નાગરિકોને તેના પર મોટી આશા બંધાઈ હતી.પરંતુ વેક્સિન લેવા છતાં પણ આવી ઘટના પ્રકાશમાં આવે છે જેનાથી હવે વેકસીન લેનારાઓની પણ ચિંતા વધી ગઈ છે. જો કે આ અંગે એક ઉચ્ચ પોલીસ અધિકારીએ એવું મંતવ્ય વ્યક્ત કરતા જણાવ્યું કે જેઓએ વેકસીન લીધી છે અને છતાં પણ સંક્રમીત બન્યા છે. તેઓએ ચિંતા કરવાની જરૂર નથી. વાસ્તવમાં એકબીજાના બે ડોઝ લીધા પછી પણ એન્ટીબોડી બનતા થોડો સમય લાગે જ છે અને તે સમયે પોઝીટીવના સંપર્કમાં આવવાથી ફરી પોઝીટીવ થઈ શકાય છે.
સુરતમાં આફ્રિકાથી આવેલા નવા સ્ટ્રેન ઉપરાંત કોરોનાના વધી રહેલા કેસોના કારણે તંત્ર દોડતું થઇ ગયું છે.સુરતમાં કોરોનાનું સંક્રમણ વધે છે. ખાસ કરીને આઠવા ઝોનમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. જયારે એક મહિલાનું મૃત્યુ થયું તે કીડનીની બીમારીથી પીડાતા હતા. સુરતમાં હાલમાં જ મહાપાલિકાની ચૂંટણી બાદ જે રીતે નવા ચૂંટાયેલા કોર્પોરેટરોની બેઠકો મળી હતી એના કારણે અનેક કોર્પોરેટર પણ પોઝીટીવ જાહેર થયા છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
