ટ્વિટર માસ્ટર રાહુલ ગાંધીએ વધુ એક ટ્વિટ કર્યું છે. રાહુલ ગાંધીએ હંમેશની જેમ મોદી સરકાર પર આરોપ લગાવ્યા છે. અને દરેક વખતની જેમ તેમના ટ્વિટમાં મિત્રો તો હોય છે. રાહુલે ટ્વિટ કરને લખ્યું છે કે મોદી સરકારના કાર્યકાળમાં મોંઘવારી અને બેરોજગારી વધી છે. તેમણે લખ્યું કે, ”આ સરકારે શું વધાર્યું? બેરોજગારી, મોંઘવારી, ગરીબી અને ફક્ત મિત્રોની કમાણી.”
રાહુલે ટ્વિટની સાથે એક પેપરના આંકડા પણ શેર કર્યા છે. જેમાં લખવામાં આવ્યું છે કે કોવિડ પહેલા 9.9 કરોડ લોકો મધ્યમ આવક વર્ગનો હિસ્સો હતા જેની સંખ્યા ઘટીને 6.6 કરોડ થઇ ગઇ છે. સાથે જ આંકડામાં એ પણ જણાવાયું છે કે 2011થી 2019ની વચ્ચે 5.7 કરોડ લોકો નિમ્ન આવક વર્ગથી નીકળીને મધ્યમ આવક વર્ગનો હિસ્સો બન્યા હતા. દરરોજ દોઢસો રુપિયા કે તેથી ઓછુ કમાનારાની સંખ્યા 7.5 કરોડ પર પહોંચી છે.
અગાઉ પણ રાહુલે સોશિયલ મીડિયામાં મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. રાહુલ કૃષિ કાયદા પર ખાસ કરીને વધુ આક્રમક રહ્યા છે.
મહત્વનું છે કે આસામની ચૂંટણીને લઇને રાહુલ અને પીએમ મોદી આજે આસામમાં જનસભાને સંબોધવાના છે ત્યારે આ સભા પહેલા રાહુલે ટ્વિટ કરીને પ્રહારો કર્યા છે. રાહુલ આજે તિનસુકિયામાં આઇઓસી રિફાઇનરી કર્મચારીઓ સાથે વાતચીત કરશે. જ્યારે મોદી છબુઆમાં ચૂંટણી રેલીને સંબોધિત કરશે.
