Not Set/ એન્ટિલિયા કેસમાં હવે મનસુખ હિરેનના મોતની તપાસ કરશે NIA, ગૃહ મંત્રાલયે આપી મંજૂરી

આરઆઇએલના ચેરમેન મુકેશ અંબાણીના ઘરની બહાર મળેલી વિસ્ફોટકોથી ભરેલી કારના કેસની તપાસ પછી હવે આ ગાડીના કથિત માલિક મનસુખ હિરેનના મોતની તપાસ પણ એનઆઇએ કરશે

Top Stories India

આરઆઇએલના ચેરમેન મુકેશ અંબાણીના ઘરની બહાર મળેલી વિસ્ફોટકોથી ભરેલી કારના કેસની તપાસ પછી હવે આ ગાડીના કથિત માલિક મનસુખ હિરેનના મોતની તપાસ પણ એનઆઇએ કરશે. આ કેસ તેણે પોતાના હાથમાં લઇ લેતાં એન્ટિલિયા કેસમાં મુંબઇ પોલીસને મોટો ઝટકો લાગ્યો છે. મહત્વનું છે કે અત્યાર સુધી આ કેસ મહારાષ્ટ્ર એટીએસના હાથમાં હતો. 5 માર્ચે સ્કોર્પિયોના કથિત માલિક મનસુખ હિરેનની લાશ મળી હતી.

મનસુખ હિરેનના મોતના કેસમાં મહારાષ્ટ્રના આતંકવાદ વિરોધી ટીમ એટલે કે એટીએસે સચિન વઝે સહિત 25 લોકોની પૂછપરછ કરીને નિવેદન નોંધ્યુ છે. કારના માલિક મનસખુ હિરેનના સંદિગ્ધ મોત પર અનેક સવાલો ઉભા થયા છે. આ સવાલોના ઘેરામાં સચિન વઝે પણ છે. જેમને ગત દિવસોમાં મુંબઇ ક્રાઇમ બ્રાંચથી હટાવી દેવામાં આવ્યા હતા. બાદમાં સસ્પેન્ડ કરી દેવામાં આવ્ય હતા. હિરેનની પત્નીએ વઝેની તેમના પતિની મોતમાં સંડોવણીનો આરોપ લગાવ્યો છે.

આ કેસમાં સચિવ વઝેને કોર્ટે 25 માર્ચ સુધી એનઆઇએની કસ્ટડીમાં મોકલી દીધા છે. એનઆઇએને સંદિગ્ધ કાર કેસમાં મોટા કાવતરાની શંકા છે. એનઆઇએ આ કેસમાં હેતુ અંગે જાણવામાં લાગી છે. NIA એ શોધી રહી છે કે કારમાં જીલેટિનથી ભરેલી સ્ટીક કેમ રાખવામાં આવી હતી અને તેની પાછળનો હેતુ શો હતો. એટીએસના સૂત્રોનું માનીએ તો વેપારી મનસુખ હિરેનની ડાયટમ તપાસ (ડુબીને થયેલા મોતની મેડિકલ તપાસ) રિપોર્ટથી ખબર પડે છે કે જ્યારે તે પાણીમાં પડ્યા હતા ત્યારે જીવતા હતા. આમ તો આ રિપોર્ટ નિર્ણાયક નથી.