અમરેલીની વડિયા ગ્રામપંચાયત દ્વારા નિયત સમય મર્યાદામાં વિજ બીલ ન ભરતા વિજ કંપની દ્વારા ગ્રામ પંચાયતને નોટીસ ફટકારીને નોટીસમાં સૂચવેલ નિયત સમય મર્યાદામાં વિજ બીલ ભરવાનું સૂચન કરવામાં આવ્યું છે. તેમ છતાં જો ગ્રામ પંચાત દ્વારા વિજ બીલ ભરવામાં નહિ આવે તો વિજ કંપની કનેક્શન કાપી નાખશે તેવું પણ નોટીસમાં સૂચન કરવામાં આવ્યું છે.

માર્ચ મહિનો શરૂ થતા જ સરકારી કચેરીઓ તેમજ વેપારીઓ આખા વર્ષમાં કરેલ વેપારનું સરવૈયું કાઢવા લાગે છે. ત્યારે સરકારી કચેરીઓમાં પણ ઓડીટરો આખા વર્ષના હિસાબો સેટ કરવામાં લાગી ગયા છે. ત્યારે પશ્ચિમ ગુજરાત વિજ કંપની દ્વારા પણ ઓડીટ શરૂ કર્યું છે. જેમાં વડિયા ગ્રામ પચાયત દ્વારા સ્ટ્રીટલાઈટનું બીલ રૂપિયા ૨ લાખ ૨૯ હજાર ભરવા માટે વિજ કંપની દ્વારા જણાવ્યું હોવા છતાં ગ્રામ પંચાયત દ્વારા વિજ બિલ ભરવામાં ન આવતા વિજ કંપની દ્વારા ગ્રામ પંચાયતને પશ્ચિમ ગુજરાત વીજ કંપની દ્વારા નોટીસ ફટકારવામાં આવતા ગ્રામ પંચાયતના સભ્યોમાં વિજ બીલના પૈસા ભરવા માટે દોડધામ મચી જવા પામી હતી.

