Not Set/ સબકા સાથ સબકા વિકાસ, તાલુકા પંચાયત પ્રમુખ સહીત 200 કાર્યકરો જોડાયા ભાજપમાં..

ઝઘડીયા તાલુકાના રાજપારડી ગ્રામપંચાયતનાં સરપંચ તેમજ કોગ્રેસના માજી તાલુકા પંચાયતનાં પ્રમુખ પીયુષભાઈ પટેલે 200 જેટલા કાયઁકરો સાથે કેસરીયા ખેસ ધારણ કયો હતો

Gujarat Others

ઝઘડીયા તાલુકાના રાજપારડી ગ્રામપંચાયતનાં સરપંચ તેમજ કોગ્રેસના માજી તાલુકા પંચાયતનાં પ્રમુખ પીયુષભાઈ પટેલે 200 જેટલા કાયઁકરો સાથે કેસરીયા ખેસ ધારણ કયો હતો. ભારતીય જનતા પાર્ટીનાં સુત્ર  સબકા સાથ સબકા વિકાસ સાથે આજરોજ ઝઘડીયા તાલુકાના રાજપારડી ગ્રામપંચાયત ખાતે કેસરીયો ખેસ પહેરાવી આવકાર્યા હતા.

આજરોજ ઝઘડીયા તાલુકાના રાજપારડી ગ્રામપંચાયત ખાતે કોગ્રેસ નાં માજી ઝઘડીયા તાલુકા પ્રમુખ સાથે રાજપારડી ગામનાં આજુબાજુના 200 જેટલા કાયઁકરો સાથે કેસરીયો ખેસ પહેર્યો હતો.  રાજપારડી ગ્રામપંચાયત ખાતે માજી સરપંચ પદમાંબેન વસાવા જે રાજપારડી બેઠક પરથી જિલ્લા પંચાયતની સીટ પરથી વિજય મેળવી જિલ્લા પંચાયત કારોબારી સમિતિ અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી હતી. જેથી રાજપારડી ગ્રામપંચાયતનાં ડે.સરપંચ પિયુષ પટેલને પદમાંબેન  વસાવાના સ્થાને સરપંચ તરીકે નિમણૂક કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો :કોરોનાના કહેરને જોતા CM રુપાણીનો મોટો નિર્ણય, હવેથી વેક્સીન માટે નહી આપવો પડે આ પુરાવો

રાજપારડી ગ્રામ પંચાયત ખાતે ઝઘડીયા તાલુકા મંત્રી ભૂપેન્દ્રસિંહ રાઠોડ, ભારતીય જનતા પાર્ટી નાં યુવા આગેવાન દિનેશભાઈ રવજીભાઈ વસાવા, ભુપતસિંહ કેસરોલા, તથા રોહિતભાઈ શાહ, વિક્રમસિંહ રાજ તથા રાકેશ સોલંકી ભરૂચ જિલ્લા પંચાયત કારોબારી સમિતિ અધ્યક્ષ પદમાંબેન વસાવાની હાજરીમાં ઝઘડીયા તાલુકાના માજી કોગ્રેસ પ્રમુખને હાલ રાજપારડી ગ્રામપંચાયતનાં નિમણૂંક સરપંચ બી.જે.પી આગેવાન દિનેશભાઈ રવજીભાઈ વસાવાનાં હસ્તે કેસરીયો ખેસ પહેરાવ્યો હતો. તેમની સાથે રાજપારડી ગામનાં આજુબાજુના વિસ્તારનાં 200 જેટલા નવ યુવાન કાયઁકરતાઓ પણ કેસરીયો ખેસ ધારણ કયો હતો.

આ પણ વાંચો :વરાછામાં કન્સ્ટ્રકશન સાઇટ પર દિવાલ ધરાશાયી થતા 2 નાં મોત, અન્ય દટાયેલા હોવાની આશંકા