બેઠક/ જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ

રાહુલ ભાવસાર , મંતવ્ય ન્યુઝ-ગોધરા કોરોના વાયરસે માથું ઉંચકયા બાદ દિનપ્રતિદિન કોરોના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે પંચમહાલ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લામાં ચાલી રહેલા રસીકરણ કાર્યક્રમને વેગ આપવા માટે ઝુંબેશ ઉપાડવામાં આવી છે જે અંતર્ગત જિલ્લાના તમામ વરિષ્ઠ નાગરિકોને ૩૧મી માર્ચ 2021 પહેલા રસીકરણ હેઠળ આવરી લેવાનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે […]

Gujarat Others

રાહુલ ભાવસાર , મંતવ્ય ન્યુઝ-ગોધરા

કોરોના વાયરસે માથું ઉંચકયા બાદ દિનપ્રતિદિન કોરોના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે પંચમહાલ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લામાં ચાલી રહેલા રસીકરણ કાર્યક્રમને વેગ આપવા માટે ઝુંબેશ ઉપાડવામાં આવી છે જે અંતર્ગત જિલ્લાના તમામ વરિષ્ઠ નાગરિકોને ૩૧મી માર્ચ 2021 પહેલા રસીકરણ હેઠળ આવરી લેવાનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે પંચમહાલ જિલ્લા કલેકટર અમિત અરોરાના અધ્યક્ષ સ્થાને જિલ્લાના મુસ્લિમ અગ્રણીઓ અને ધર્મગુરુઓ સાથે જિલ્લા પંચાયતના બી.આર.જી.એફ ભવન ખાતે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લા કલેક્ટરે અધ્યક્ષસ્થાનેથી જણાવ્યું હતું કે હાલમાં કોરોના પ્રતિરોધક રસી જિલ્લાના તમામ 45 થી 59 વર્ષના કો મોર્બિડ વ્યક્તિઓ તેમજ ૬૦ વર્ષથી ઉપરના તમામ નાગરિકોને જિલ્લામાં આવેલા રસીકરણ કેન્દ્રો પર વિનામૂલ્યે આપવામાં આવી રહી છે ત્યારે સંબંધિત વ્યક્તિઓએ આ રસીકરણમાં જોડાઇને આ રસી લેવી આવશ્યક છે,આ રસી સંપૂર્ણ સુરક્ષિત છે.

તેથી અફવાઓથી દુર રહી કોઈ શંકા કે ડર રાખ્યા વિના આ રસી મુકાવી જિલ્લાના તમામ નાગરિકોને ફરજ છે અને જિલ્લાના 45 થી 59 વર્ષના કોઈપણ કો મોર્બિડ વ્યક્તિ રસીકરણથી વંચિત ન રહે તે માટે ઉપસ્થિત તમામ વ્યક્તિઓને અપીલ કરી હતી, આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી સુરેશ રાઠોડ તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી મીનાક્ષી ચૌહાણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.