Not Set/ વર્ષ 2021 માં પ્રથમવાર એક જ દિવસમાં કોરોનાથી 275 દર્દીઓનાં નોંધાયા મોત

વર્ષ 2020 કદાચ જ કોઇને સારુ રહ્યુ હશે. ગત વર્ષે એક મહામારીએ માનવજાતિ પર મોટુ સંકટ લાવીને માણસને તેનો અસલ ચહેરો બતાવી દીધો હતો.

Top Stories India

વર્ષ 2020 કદાચ જ કોઇને સારુ રહ્યુ હશે. ગત વર્ષે એક મહામારીએ માનવજાતિ પર મોટુ સંકટ લાવીને માણસને તેનો અસલ ચહેરો બતાવી દીધો હતો. જે કોરોનાવાયરસ વર્ષ 2020 થી શરૂ થયો તે આજે પણ આપણા જીવનથી જવાની ના પાડી રહ્યો છે. જાણીને આપ ચોંકી જશો કે, છેલ્લા 24 કલાકમાં આ વર્ષનાં સૌથી વધુ મોત થયા છે.

અમદાવાદ: હોળી નજીક આવતા શ્રમિકો વતન જવા રવાના, ગીતા ST સ્ટેન્ડે કોવિડ નિયમોનાં ઉડાવ્યા ધજાગરા

ભારતમાં છેલ્લા કેટલાક દિવસોમાં કોરોનાનાં કેસોમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. બુધવારે આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડાની વાત કરીએ તો, ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 47,262 નવા કેસ નોંધાયા છે, જ્યારે આ સમયગાળા દરમિયાન 23,907 લોકો ઠીક પણ થયા છે. પરંતુ આ એક જ દિવસમાં 275 લોકોનાં મોત નીપજ્યાં છે. આપને જણાવી દઇએ કે, કોરોના વાયરસનાં મામલે ભારત અમેરિકા અને બ્રાઝિલ પછી વિશ્વભરમાં ત્રીજા ક્રમે આવ્યું છે. કોરોનાની નવી લહેરનાં કારણે આજે મોતની સંખ્યામાં પણ વધારો થવા લાગ્યો છે. મંગળવારે દેશભરમાં કોરોના સંક્રરમણથી 275 લોકોનાં મોત થયા છે.

અમદાવાદ: વસ્ત્રાલમાંથી ઝડપાયો નકલી PSI, શોખ હોવાથી લીધી વર્ધી અને બનાવ્યું ડમી આઈકાર્ડ

ચાલુ વર્ષે પણ કોરોનાએ તેનો કહેર યથાવત રાખ્યો છે. આજે એક જ દિવસમાં આ વર્ષનાં સૌથી વધુ મોત નોંધાયા છે. આ સિવાય નવા કેસોની સંખ્યા પણ 47,262 નોંધાઇ છે, જે ગયા વર્ષે 11 નવેમ્બર પછી કોઇ એક જ દિવસે પ્રાપ્ત થયેલા સૌથી વધુ કેસ છે. મૃત્યુની વાત કરીએ તો ગયા વર્ષે 30 ડિસેમ્બર પછી પહેલીવાર આટલી મોટી સંખ્યામાં લોકો કોરોનાને કારણે મોતને ભેટ્યા છે. 30 ડિસેમ્બરે, કોરોના સંક્રમણને કારણે 300 લોકો મૃત્યુ પામ્યા હતા. છેલ્લા બે દિવસની તુલનામાં, મૃત્યુઆંકમાં આ મોટો ઉછાળો છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ