રાજકોટ મહાનગરપાલિકાની વેરા વસૂલાતની શાખા દ્વારા ફરી એક વખત રિકવરી ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી અને બપોરે 12 કલાક સુધીમાં અધિકારીઓએ સપાટો બોલાવી દીધો હતો.આજ રોજ વેરા-વસુલાત શાખા દ્વારા સે.ઝોન દ્વારા ૬ -મિલ્કતોને સીલ, ૧૪ -મિલ્કતોને જપ્તી નોટીસ તથા રીક્વરી રૂ. ૧૪.૦૮ લાખ, વેસ્ટ ઝોન દ્વારા ૮ – મિલ્કતોને સીલ, ૧૭ -મિલ્કતોને જપ્તી નોટીસ તથા રીક્વરી રૂ. ૨૧.૦૧ લાખ,ઇસ્ટ ઝોન દ્વારા ૫ – મિલ્કતોને સીલ, ૧૩ -મિલ્કતોને જપ્તી નોટીસ તથા રીક્વરી રૂ. ૧૪.૧૮ લાખ કુલ- ૧૯ મિલ્કતોને સીલ, ૪૪ -મિલ્કતોને જપ્તીની નોટીસ આપેલ તથા ૪૯.૨૭ લાખ રીકવરી કરેલ છે.

આ કામગીરી આસી. મેનેજર રાજીવ ગામેતી, મયુર ખીમસુરીયા, વિવેક મહેતા, નિરજ વ્યાસ, તથા તમામ વોર્ડ ઓફીસર, તમામ વોર્ડ ટેક્ષ ઇન્સપેક્ટરઓ તથા વોર્ડ ક્લાર્ક દ્વારા આસી. કમિશ્નર કગથરા , સમીર ધડુક તથા વી.એમ.પ્રજાપતિ ના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરવામાં આવી. હાલ સીલીંગ અને રીકવરીની કામગીરી ચાલુ છે.
વર્ષ ૨૦૨૦-૨૧ ની રીકવરી ઝુંબેશ અંતર્ગત કાર્યવાહી :
વોર્ડ નં- ૧
· કોમર્શીયલ યુનિટના બાકી માંગણા સામે રૂ. ૨.૩૩ લાખ રીકવરી.
વોર્ડ નં- ૪
· મોરબી રોડ પર આવેલ આર.કે. ડ્રીમલેન્ડના પાણીવેરાના રૂ. ૧.૯૪ લાખ રીકવરી
વોર્ડ નં- ૫
· કોમર્શીયલ યુનિટના બાકી માંગણા સામે રૂ. ૭૬,૫૯૬/- રીકવરી
વોર્ડ નં- ૬
· કોમર્શીયલ યુનિટના બાકી માંગણા સામે રૂ. ૫૦,૦૦૦/- રીકવરી
વોર્ડ નં- ૭
· ભુપેન્દ્ર રોડ પરના શિરોમણી કોમ્પ્લેક્ષમાં શોપ નં.:- ૧૬, ૨૫૩ ને બાકી માંગણા સામે સીલ કરેલ છે.
· લાખાજીરાજ સ્મારક ટ્રસ્ટની શોપ નં.:- ૨૧૦, ૨૧૩ બાકી માંગણા સામે સીલ કરેલ છે.
· ગોંડલ રોડ પર આવેલ બોમ્બે પેટ્રોલ પમ્પના બાકી માંગણા સામે રૂ. ૬.૯૧ લાખ રીકવરી
વોર્ડ નં- ૮
· કાલાવડ રોડ પર સાઈબાબા કોમ્પ્લેક્ષમાં ત્રણ યુનિટના બાકી માંગણા સામે રૂ. ૩.૪૬ લાખ રીકવરી
વોર્ડ નં- ૯
· કોમર્શીયલ યુનિટના બાકી માંગણા સામે રૂ. ૨.૩૫ લાખ રીકવરી
વોર્ડ નં- ૧૦
· યુનીવર્સીટી રોડ પર આવેલ એચ.પી.પેટ્રોલ પંપના ભાડુઆત “શ્રીગુરુ ઓટો.”ની મિલકતને રૂ. ૮.૧૪ લાખના બાકી માંગણા સામે સીલ કરેલ છે.
વોર્ડ નં- ૧૨
· વાવડી ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં આવેલ ૩ (ત્રણ) ઇન્ડસ્ટ્રીયલ યુનિટના બાકી માંગણા સામે જપ્તીની નોટીસ આપતા રૂ. ૪.૬૨ લાખ રીકવરી
વોર્ડ નં- ૧૩
· કોમર્શીયલ યુનિટના બાકી માંગણા સામે રૂ. ૩.૫૦ લાખ રીકવરી
વોર્ડ નં- ૧૪
· બાપુનગર વસ્તારમાં ઇન્ડસ્ટ્રીયલ યુનિટના બાકી માંગણા સામે રૂ. ૭૧,૯૮૮/- રીકવરી
વોર્ડ નં- ૧૫
· ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આવેલ “શ્રી હારી ઇન્ડસ્ટ્રીઝ”ના બાકી માંગણા સામે રૂ. ૫૦,૦૦૦/- રીકવરી
· આજી જી.આઈ.ડી.સી. વિસ્તારમાં ૩ (ત્રણ) ઇન્ડસ્ટ્રીયલ યુનિટના બાકી માંગણા સામે રૂ. ૨.૧૨ લાખ રીકવરી
· મધુરમ ઇન્ડસ્ટ્રીઝના બાકી માંગણા સામે રૂ. ૮૧,૦૦૦/- રીકવરી
વોર્ડ નં- ૧૭
· હરી ધવા મેઇન રોડ પટેલ રેસ્ટોરન્ટના બાકી માંગણા સામે રૂ. ૧.૮૦ લાખ રીકવરી
· કૈલાશપતિ ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં આવેલ ઇન્ડસ્ટ્રીયલ યુનિટના બાકી માંગણા સામે રૂ. ૧.૧૪ લાખ રીકવરી
વોર્ડ નં- ૧૮
· ઇન્ડસ્ટ્રીયલ યુનિટના બાકી માંગણા સામે રૂ. ૩.૨૦ લાખ રીકવરી
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
