પશ્ચિમ બંગાળ અને આસામ વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કા માટે આજે સવારે સાત વાગ્યાથી જ મતદાન શરૂ થઈ ગયું છે. મતદાન કરવા લોકો સવારથી મતદાન મથક પર લાંબી લાંબી કતારમાં ઉભેલા જોવા મળી રહ્યા છે. ત્યારે આવામાં પુરૂલિયાના બાંદવાન વિધાનસભા મતક્ષેત્રમાં પોલીંગ પાર્ટી પર હુમલો કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.
આ પણ વાંચો : PM મોદીએ ટ્વિટ કરી બંગાળ – આસામની જનતાને મતદાન કરવા કરી અપીલ, મનમોહનસિંહ પણ કર્યું ટ્વીટ
આપને જણાવી દઈએ કે,પુરૂલિયા જિલ્લાના બાંદવાન વિધાનસભા મત વિસ્તારમાં પેટ્રોલ બોમ્બ વડે હુમલો કરવામાં આવ્યો છે. માસ્ક પહેરેલા ચાર અસામાજિક તત્વોએ પેટ્રોલ બોમ્બથી વાહનને નુકસાન પહોંચાડ્યું છે. 252 નંબરના બૂથ પર મતદાન કર્મચારીઓને ઉતાર્યા બાદ વાહન 251 નંબરના બૂથ તરફ જઈ રહ્યું હતું. પોલીસે જણાવ્યું કે આ હુમલામાં વાહન સંપૂર્ણ રીતે બળીને ખાખ થઇ ગયું છે, પરંતુ કોઈ પણ વ્યક્તિને ઇજા પહોંચી નથી.
આ પણ વાંચો :પૂણેના ફેશન સ્ટ્રીટ માર્કેટમાં ભીષણ આગ, અનેક દુકાનો બળીને ખાખ
આપને જણાવી દેઈ કે, પશ્ચિમ બંગાળ બાંકુરા, પુરૂલિયા, ઝારગ્રામ, પશ્ચિમ અને પૂર્વ મિદનાપુર જિલ્લામાં આજે 30 બેઠકો પર મતદાન થવાનું છે. આ 30 બેઠકોમાં પટાશપુર, ભગવાનપુર, ખેજુરી, કાંથી ઉત્તર, કાંથી દક્ષિણ, આગ્રા, રામનગર, બિનપુર, ગોપીબલ્લભપુર, ઝારગ્રામ, નયાગ્રામ, કેશિયરી, ગડબેતા, સાલબની, ખડગપુર, મેદિનીપુર, દાંતન, બંદવાન, બલરામપુર, જયપુર, પુરૂલિયા, બાગમુંદી, શામેલ છે. મનબજાર, પારા, રઘુનાથપુર, કાશીપુર, સલ્ટોરા, રાણીબંધ, રાયપુર અને છાતના બેઠકો પર આજે પ્રથમ તબક્કાની ચૂંટણી યોજાશે.
આ પણ વાંચો :કોરોનાના વધતા કહેર પર સરકાર ફરીથી હરકતમાં, તહેવારોને લઈને તમામ રાજ્યોને લખ્યો ચેતવણી પત્ર
