PM મોદી દ્વારા આજે મન કી બાત કાર્યક્રમ રજુ કરવામાં આવ્યો હતો. જેમાં તેમને દેશમાં પર્યટન સ્થળો ના આકર્ષણમાં વધારો કરતા એવા લાઈટ હાઉસનો પણ ઉલ્લેખ કર્યો છે. તેમને જણાવ્યું હતું કે, પ્રવાસનને બળ આપે તેવા 71 લાઈટ હાઉસ અલગ તારવી કાઢવામાં આવ્યા છે.
તેમને જણાવ્યું હતું કે આવા ખાસ લાઈટ હાઉસમાં મ્યુઝીયમ, ચિલ્ડ્રન પાર્ક, જેવી સુવિધાઓ ઉભી કરવામાં આવશે. અને સાથે તેમને એક ગુજરાતી હોવાના નાતે ગુજરાતના સુરેન્દ્રનગર ખાતે આવેલા લાઈટ હાઉસની વિશેષતાઓ પણ જણાવી હતી.
pm મોદીની મન કી બાત માં કરાયેલા લાઈટ હાઉસના ઉલ્લેખ અંગે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ પણ ટ્વીટ કર્યું છે. તેમને પોતાના ટ્વીટમાં લખ્યું છે કે,
આ પ્રસંગે તેમને જણાવ્યું હતું કે, હું તમને એક અજોડ લાઈટ હાઉસ વિશે પણ કહેવા માંગુ છું, આ લાઇટહાઉસ ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લામાં ઝીંઝુવાડા નામની જગ્યાએ છે, તમે જાણો છો કે આ લાઇટ હાઉસ કેમ ખાસ છે? “- માનનીય વડા પ્રધાન શ્રી.
"एक Unique Light House के बारे में भी आपको बताना चाहूँगा
ये प्रकाशस्तंभ गुजरात के सुरेन्द्रनगर जिले में जिन्झुवाड़ा नाम के एक स्थान में है
जानते हैं, ये लाइट हाउस क्यों खास है ?"
– माननीय प्रधानमंत्री श्री @NarendraModi जी ने #MannKiBaat में लाइटहाउस पर अनोखे तथ्य सांझा किया pic.twitter.com/3MC20W1AVX
— Dr Mansukh Mandaviya (@mansukhmandviya) March 28, 2021
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના ઝીંઝુવાડા ગામમાં એતીહાસીક દિવા ડાડી આવેલીછે જે અંદાજીત એક હજાર વર્ષ થી વધુ જુની છે તેવુ મનાય છે આ જગ્યા ઉપર પહેલા દરીયા કિનારો હતો અને જહાજોની અવર જવર થતી હતી ત્યારે આ જહાજોને દિશા સુચન અને માર્ગ દર્શન મળે તે હેતુથી આ દાંડી ઉપર લાઇટ કરવામાં આવતી હતી.
લગભગ 800 વર્ષ પહેલા બંદરના કાંઠે કોટ ઉપર દીવાદાંડી બનાવવામાં આવી હતી. જે આજે પણ ઝીંઝુવાડા ખાતે જોવા મળી રહી છે. અહીં જહાજ લંગારવાના કડા આજે પણ મોજુદ છે.
પુર્વાચીન સમયમાં ઝીંઝુવાડા એક ખ્યાતનામ બંદર હતું. અહીં થી દરિયાઈ માર્ગે હાલના પાકિસ્તાન, અરબસ્તાન, અને સિંધ દેશો સાથે વેપાર ચાલતો હતો. અહીં સરસ્વતી નદી વહેતી હતી. ઝીંઝુવાડાના રણમાં આવેલ વછરાજબેટમાં વહેતો મીઠા પાણીનો પ્રવાહ સરસ્વતી નદીનો હોવાનું માનવામાં આવે છે.
