Not Set/ PAN-Aadhaar Linking: આજે છે ડેડલાઇન, ઇન્કમ ટેક્સની વેબસાઇટ થઇ ક્રેશ

અનેક લોકોએ ફરિયાદ કરી છે કે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટની વેબસાઇટ દ્ધારા પાનને આધાર સાથે લિંક કરાવવામાં મુશ્કેલીઓ પડી રહી છે

India Business

આજે એટલે કે 31 માર્ચે તમારા પાન કાર્ડનું આધાર સાથે લિંક થવુ જરુરી છે. આજે લિંક નહીં કરાવો તો તમારુ પાન કાર્ડ નિષ્ક્રિય થઇ જશે. ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે આધાર કાર્ડને પાન કાર્ડ સાથે લિંક કરવાની અંતિમ તારીખ 31 માર્ચ નક્કી કરી છે ત્યારે આજે મોટી સંખ્યામાં લોકો ઇન્કમ ટેક્સની સાઇટ પર આવતા હોવાથી આઇટીની વેબસાઇટ થોડાક સમય માટે ક્રેશ થઇ ગઇ હતી.

અનેક લોકોએ ફરિયાદ કરી છે કે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટની વેબસાઇટ દ્ધારા પાનને આધાર સાથે લિંક કરાવવામાં મુશ્કેલીઓ પડી રહી છે. જો કે તમે એસએમએસ દ્ધારા પણ આધારને પાન કાર્ડ સાથે લિંક કરાવી શકો છો.

ઇન્કમ ટેક્સની વેબસાઇટ પર ટ્રાફિક વધવાના કારણે બુધવારે બપોરે 12.30 કલાકે ઇન્કમ ટેક્સની વેબસાઇટ https://www.incometaxindiaefiling.gov.in ક્રેશ થઇ ગઇ હતી. જો કે અત્યારે તે રિસ્ટોર થઇ ગઇ છે. પરંતુ સાઇટ ક્રેશ થતાની સાથે જ લોકોએ ટ્વીટર પર પોતાની ભડાશ કાઢી હતી. લોકોએ પોતાનો ગુસ્સો ટ્વીટર પર વ્યકત કર્યો હતો. કેટલાક લોકોને આઇટીની વેબસાઇટ પર લોગ ઇન થવામાં મુશ્કેલી પડી રહી હતી. મહત્વનું છે કે 31 માર્ચ સુધીમાં જો તમે પાન-આધાર લિંક નહીં કરાવો તો લેટ ફી તરીકે 1000 રુપિયા પેનલ્ટી લાગશે.