નિરીક્ષણ/ રાજકોટના મેયર અને ડે.મેયરે PPE કીટ પહેરી કોવિડ હોસ્પિટલની મુલાકાત લીધી

રાજયમાં કોરોનાના કેસ  માં સતત વધારો  જોવા મળી રહ્યો  છે . કોરોનાએ  વિકરાળ  સ્વરૂપ ધારણ  કર્યું છે . ત્યારે  સરકાર  દ્વારા તેમને અટકાવવાના  વિવિધ   પ્રયાસો કરવામાં આવે છે . જેમાં આજે રાજકોટના મેયર ડો.પ્રદીપ ડવ અને ડે.મેયરે દર્શિતા શાહે શહેરની કોવીડ હોસ્પિટલ ખાતે મુલાકાત લીધી હતી. આ ચેકીંગ દરમિયાન તેમણે PPE કીટ પહેરીને કોવીડ વોર્ડમાં […]

Gujarat Rajkot

રાજયમાં કોરોનાના કેસ  માં સતત વધારો  જોવા મળી રહ્યો  છે . કોરોનાએ  વિકરાળ  સ્વરૂપ ધારણ  કર્યું છે . ત્યારે  સરકાર  દ્વારા તેમને અટકાવવાના  વિવિધ   પ્રયાસો કરવામાં આવે છે . જેમાં આજે રાજકોટના મેયર ડો.પ્રદીપ ડવ અને ડે.મેયરે દર્શિતા શાહે શહેરની કોવીડ હોસ્પિટલ ખાતે મુલાકાત લીધી હતી. આ ચેકીંગ દરમિયાન તેમણે PPE કીટ પહેરીને કોવીડ વોર્ડમાં દર્દીઓ સાથે પણ વાતચીત કરી હતી. અને શહેરમાં કોરોનાના વધતા કેસ અંગે તબીબો સાથે ચર્ચા કરી હતી.

મેયર ડો.પ્રદીપ ડવે સિવિલ હોસ્પિટલમાં વિડીયો કોલિંગના  માધ્યમથી એક દર્દી સાથે વિડીયો કોલિંગ દ્વારા વાતચીત કરી હતી અને હોસ્પિટલમાં તેને મળતી સુવિધા અને સારવાર વિશે વિગતવાર વાતચીત કરી હતી.

ડે.મેયર દર્શિતા શાહે જણાવ્યું હતું કે, માત્ર વિડીયો કોલથી અમે કામ  અટકાવ્યું નથી , અમે PPE કીટ પહેરીને ખાસ કોવીડ વોર્ડમાં દર્દીઓને કેવી સુવિધા મળે છે તેથી જાત તપાસ માટે ગયા હતા. હાલ દર્દીઓને યોગ્ય સારવાર મળે છે. હાલ અમે તબીબી સાથે પણ એ જ ચર્ચા કરી છે કે તેમને કોઈ પણ સવલતોની જરૂર હોય તો અમે તેને પ્રદાન કરીશું.