ગુજરાત વિધાનસભામાં આજે ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ લવ જેહાદના કાયદાનું બિલ રજુ કર્યું હતું. જેને અયોગ્ય ઠેરવીને કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ આ બિલને ફાડી નાંખ્યું હતું. બિલ ફાડી નાંખતાં જ પ્રદિપસિંહ જાડેજાએ ખેડાવાલા વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી.
ગૃહરાજ્ય મંત્રીએ આજે ગૃહમાં આ કાયદો ગુજરાત માટે કેમ મહત્વનો છે તે વિશે લાંબુ ભાષણ પણ આપ્યું. સાથે જ આ કાયદાના ફાયદા પણ જણાવ્યા હતા. ગુજરાતની પ્રજા દ્વારા આ બિલને આવકારવામાં આવ્યું છે. જોકે, ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશ બાદ ગુજરાતમાં લાગુ કરવામાં આવેલ આ કાયદામાં કેવા કેવી જોગવાઈ કરવામાં આવી છે અને કેવા પ્રકારની સજા થશે તે માહિતી પણ સામે આવી છે.
આ પણ વાંચો : યુવતીના 10 વર્ષ નાના યુવક સાથે બંધાયા સંબંધ, પછી જે થયું
તો બીજી તરફ, લવ જેહાદ માટે ફન્ડિંગ થતુ હોવાનો દાવો ગૃહરાજ્ય મંત્રીએ ગૃહમાં કર્યો છે. તેમણે કહ્યું કે, આરબ દેશોમાંથી હવાલાનાં મારફતે આ ફંડ ભારત પહોંચે છે. નવા કાયદામાં ફરિયાદ માત્ર પીડિત નહિ, પંરતુ પરિવારજનો પણ કરી શકશે. ત્યારે શું છે ફરિયાદ અને સજાની જોગવાઈ તે જાણીએ.
પ્રદિપસિંહ જાડેજાએ ગૃહમાં બિલ રજૂ કરતા સમયે જણાવ્યું કે, હિન્દૂ સમાજ દીકરીને કાળજાના કટકા સમાન ગણે છે. દીકરી એ આપણું અંગ છે, દીકરીને પારકી થાપણ કહેવાય પણ દીકરીને જેહાદી હાથોમાં ના જવા દેવાય. દીકરીને કસાઈઓના હાથમાં જતી બચાવવા માટે અમે કાયદો લાવ્યા છીએ. સમાજ દ્વારા જુદી જુદી રજૂઆતોને આધારે આજે આ બિલ લાવવામાં આવશે. હિન્દુ યુવતીઓને લવ જેહાદના નામે ધર્માંતર કરાવીને, તેમની સાથે લગ્નગ્રંથિથી જોડાઈને અનેક દીકરીઓના જીવન નર્ક બનાવી નાંખવાની માનસિકતાવાળા આ જેહાદી તત્વોની સામે સખતાઈથી અને કડકાઈથી કામ કરવાનું રાજ્ય સરકારે નક્કી કર્યું છે. જે અંતર્ગત ખોટું નામ કહીને હિન્દુ યુવતીઓ સાથે લગ્ન કરનારાઓની હવે ખેર નથી.
આ પણ વાંચો :IAFની શાન કહેવાતા રાફેલ જેટનું જામનગરમાં થયું આગમન, મોડીરાત્રે 3 વિમાને કર્યું લેન્ડીંગ
આ પણ વાંચો :કતારગામમાં વિદ્યાર્થી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય, વિડીયો બનાવી પડાવ્યા રૂ. 1.26 કરોડ
