કોરોના મહામારી સતત પોતાનો પગ ફેલાવી રહી છે અને ઘણા સેલેબ્સ તેની ઝપેટમાં આવી ચુક્ય છે. હવે આ વાયરસ મનોરંજન ઉદ્યોગમાં પહોંચી ગયો છે અને જીવલેણ સાબિત થઈ રહ્યો છે. ટીવી અને ભોજપુરી ફિલ્મ અભિનેત્રી મોનાલિસા અને અન્ય ઘણા લોકો બાદ હવે બીજી અભિનેત્રીના કોરોના પોઝિટિવ હોવાના સમાચાર સામે આવ્યા છે. ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ ફેમ એક્ટ્રેસ કાંચી સિંહ કોરોનાનો શિકાર બની હોવાનું સામે આવ્યું છે. તે તાજેતરમાં જ ભોપાલમાં બોલિવૂડ ડેબ્યૂ માટે શૂટિંગ કરી રહી હતી. દરમિયાનમાં તેનો કોરોના રિપોર્ટ પોઝિટીવ હોવાના સમાચાર સામે આવ્યા છે.
આ પણ વાંચો :સીરિયલમાં ‘અનુપમા’ નહીં જોવા મળે થોડો સમય, આ કારણે લઈ શકે છે બ્રેક
આપને જણાવી દઈએ કે, તાજેતરમાં કાંચીએ કોવિડ -19 નું પરીક્ષણ કરાવ્યું હતું જેમાં તે પોઝિટીવ જોવા મળી છે તાજેતરમાં અભિનેત્રી તેની આગામી બોલીવુડ ફિલ્મના શૂટિંગ માટે ભોપાલમાં હતી. તેણે ઈન્સ્ટાગ્રામ પર પોતાની કોરોનાના પોઝિટીવસમાચાર આપ્યા છે.

ચાહકોને માહિતી આપતી વખતે કાંચી સિંહે સોશિયલ મીડિયા પર લખ્યું છે કે કમનસીબે મારો કોવિડ ટેસ્ટ પોઝિટીવ આવ્યો છે. મેં મારી જાતને ઘરમાં જ ક્વોરૅન્ટીન કરી છે. હું તમામ સુરક્ષા પ્રોટોકોલોને અનુસરી રહી છું. બધા લોકોએ તમારી સલામતીનું ધ્યાન રાખવું જોઈએ અને ઘરની બહાર ન નીકળવું જોઈએ. આપણે બધાએ ઘરની અંદર રહીને આ વાયરસ સામે લડવું જોઈએ. લવ, કાંચી.
આ પણ વાંચો :એસએસ રાજામૌલીએ શેર કર્યુ અજય દેવગનનું પાવરફુલ પોસ્ટર, યૂઝર બોલ્યા…
આપને જણાવી દઈએ કે, કાંચીએ ટીવીથી લાંબા બ્રેક બાદ હાલમાં જ ફિલ્મમાં તનું ડ્રીમ ડેબ્યુ કર્યું છે. તે મોટા પડદે કામ કરવા માટે ખૂબ જ ઉત્સાહિત હતી. હવે તે ટૂંક સમયમાં કોરોનાથી સ્વસ્થ થઈ જશે અને તેનું શૂટિંગ શરૂ કરવાનો પ્રયાસ કરશે જેથી તેના કામ પર કોઈ ખરાબ અસર ન પડે.

કાંચીનું બ્રેકઅપ
તાજેતરમાં કંચીનું તેના સહ-કલાકાર રોહન મેહરા સાથે બ્રેકઅપ થયું છે. કાંચીએ પુષ્ટિ આપી છે કે હવે બંને અલગ થઈ ગયા છે. 14 ફેબ્રુઆરીએ કાંચીએ ચાહકોને રોહનથી અલગ થવાના સંકેત આપ્યા હતા. 2017 માં પણ એક વખત તેમના છૂટા થયાના સમાચાર સામે આવ્યા હતા, પરંતુ કેટલાક કારણોને લીધે બંનેના સંબંધ બચી ગયા હતા પરંતુ આ વખતે તે બંને અલગ થઈ ગયા છે.

આ પણ વાંચો :RRR એ બાહુબલી 2 ને પાછળ છોડી, આ કંપનીએ ખરીદ્યા રાઇટ્સ, 900 કરોડનો કુલ પ્રી-રિલીઝ બિઝનેસ
ટીવી સેલેબ્સ થઇ રહ્યા છે કોરોના સંક્રમિત
તાજેતરમાં, મોનાલિસાનો કોવિડ રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો, આ સમયની પુષ્ટિ તેમના પતિ વિક્રાંતસિંહ રાજપૂતે કરી હતી. આ સાથે ‘અનુપમા’ની મુખ્ય અભિનેત્રી રૂપાલી ગાંગુલી પણ કોરોના પોઝિટિવ હોવાનું બહાર આવ્યું છે. આ સાથે, મોલક્કીની સીરિયલ તોરલ રાસપુત્રા, અમર ઉપાધ્યાય, પ્રિયાલ મહાજન, ઇશ્કની ખ્યાતિ અંકિત સિવાચ અને તારક મહેતા ફેમ મંદીર ચાંદવાલકરની પણ પણ કોરોનાની પકડમાં આવ્યા છે.
