દેશમાં કોરોનાનાં કારણે લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. પહેલા કરવામા આવેલી બેદરકારીએ આજે એક એવી પરિસ્થિતિનું નિર્માણ કર્યુ છેે કે કોરોનાએ હવે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ છે. સ્થિતિ હાલમાં એવી બની છે કે લોકો ઓફિસનું કામ ઘરેથી કરવા લાગ્યા છે. ત્યારે હવે આ વચ્ચે યુપીની યોગી સરકારે એક મોટો નિર્ણય લીધો છે.
રાહુલ ગાંધીના સવાલો / રસી નિકાસ કરીને પ્રસિદ્ધિ મેળવવા માંગે છે કેન્દ્ર ? રાહુલ ગાંધીએ PM મોદીને લખ્યો પત્ર
આપને જણાવી દઇએ કે, ઉત્તર પ્રદેશ સહિત દેશનાં અન્ય રાજ્યોમાં કોરોનાનાં કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. કોરોનાનાં વધતા જતા મામલાને ધ્યાનમાં રાખીને ઉત્તર પ્રદેશ સરકારે રાજ્યની તમામ સરકારી અને બિન-સરકારી સંસ્થાઓ અને કચેરીઓમાં 50 ટકા લોકોની હાજરીનો આદેશ આપ્યો છે. યોગી સરકારનાં આદેશ બાદ હવે ઓફિસમાં ફક્ત 50 ટકા લોકો જ કામ કરી શકશે. જો કે, તેનો અમલ કેવી રીતે કરવામાં આવશે તે અંગે હજી નિર્ણય લેવામાં આવ્યો નથી. આ હુકમનાં અમલીકરણ માટે, આ નિયમ માટે રોટેશન અથવા અન્ય કોઈ વ્યવસ્થા હેઠળ લાગુ થશે. તે નક્કી કરવાનું બાકી છે. રાજધાની લખનઉ અને વારાણસી સહિત રાજ્યનાં અનેક જિલ્લાઓમાં કોરોનાનાં વધતા જતા કેસોને કારણે યોગી સરકારે આ નિર્ણય લીધો છે.
મોટો નિર્ણય / Youtube એ 8 કરોડથી વધુ વીડિયોને હટાવ્યા, જાણો શું છે કારણ
ઉલ્લેખનીય છે કે, યુપીમાં પણ કોરોનાનાં કેસ ઝડપથી વધી રહ્યા છે. ઉત્તર પ્રદેશમાં ગુરુવારનાં રોજ કોવિડ-19 નાં સંક્રમણનાં કારણે 39 વધુ લોકોનાં મોત થયાં છે, જ્યારે 8,490 નવા દર્દીઓમાં આ ચેપની પુષ્ટિ થઇ છે. આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા અહેવાલમાં જણાવાયું છે કે રાજ્યમાં વાયરસને કારણે થયેલા મૃત્યુની સંખ્યા 9,003 થઈ ગઈ છે. યુપીનાં કેપિટલ લખનઉમાં સૌથી વધુ 11 મોત થયા છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…
