Adult citizens have the right to choose their religion
કાળા જાદુ અને ધર્મપરિવર્તન પર નિયંત્રણની અરજી સુપ્રીમ કોર્ટ ફગાવી દીધી છે.
કાળા જાદુ અને ધર્મપરિવર્તન પર નિંયત્રણ કરવા માટેનો કેન્દ્ર અને રાજ્ય સરકારોને નિર્દેશ આપવાની માંગ કરતી અરજીને નકારી કાઢતાં સુપ્રીમ કોર્ટ કહ્યું હતું કે, 18 વર્ષની ઉંમરના નાગરિકોને તેમનો ધર્મ પસંદ કરવાનો અધિકાર છે.
બંધારણના આર્ટિકલ 32 અંતર્ગત આ કેવા પ્રકારની રીટ છે. અમે અરજી કરનાર પર દંડ કરીશું
ત્રણ જજની બેચે આ ચુકાદો આપ્યો હતો. જજ આર.એફ.નરિમાન, જજ બી.આર.ગવઇ અને જજ ઋષિકેશ રોય દ્ધારા આ ચુકાદો આપવામાં આવ્યો હતો. તેમણે અરજી કરનાર અશ્વિનઉપાધ્યાયની આકરી ટીકા કરી હતી. અને તેમના વકીલને કહ્યું હતું કે બંધારણના આર્ટિકલ 32 અંતર્ગત આ કેવા પ્રકારની રીટ છે. અમે અરજી કરનાર પર દંડ કરીશું તમારા જોખમે તમે દલીલ કરી શકો છો.
પુખ્તવયને પોતાનો ધર્મ પસંદ કરવાની પરવાનગી કેમ ના આપી શકાય
સુપ્રીમ કોર્ટ આકરી ટીકા કરતા કહ્યું કે પુખ્તવયને પોતાનો ધર્મ પસંદ કરવાની પરવાનગી કેમ ના આપી શકાય. એમને કોઇ કારણ જોવાતું નથી અને બંધારણમાં ધર્મપાલનની વાતનો ઉલ્લેખ છે. સુપ્રીમની ટીકાથી અરજી પરત ખેંચી લીધી હતી.
