કોલકતાથી એક સનસનાટીભર્યો મામલો સામે આવ્યો છે, જ્યાં એક મહિલાએ તેના જ પિતાની હત્યા કરી હતી. આ 22 વર્ષીય મહિલા પહેલા તેના પિતાને રેસ્ટોરન્ટમાં લઈ ગઈ અને ત્યારબાદ તેમને ત્યાં મનપસંદ ભોજન કરાવ્યું, દારૂ પીધા બાદ તેની હત્યા કરવામાં આવી હતી. આ ઘટના બાદ પોલીસ પણ દંગ રહી ગઈ છે.
સૂતેલા પિતા પર છાંટી દીધું કેરોસીન
એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, મહિલા રાત્રે તેના પિતા સાથે રાત્રિભોજન લેવા રેસ્ટોરન્ટમાં ગઈ હતી અને ત્યાં તેણે પિતાને દારૂ પીવડાવ્યો હતો. ત્યારબાદ બંને સ્ટ્રાઇડ રોડના ચડપાલ ઘાટ પર ફરવા પણ ગયા હતા. તેણે કહ્યું કે જ્યારે મહિલાના પિતા હુગલી નદીના કાંઠે સૂઇ ગયા હતા, ત્યારે તેણે તેના પિતા પર કેરોસીન નાખીને જીવંતા સળગાવી દીધા હતા.
મામાએ હેવાનિયતની હદ કરી પાર, અઢી વર્ષની બાળકી પર ગુજાર્યો બળાત્કાર

શારીરિક ત્રાસ
પોલીસે જણાવ્યું કે આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે અને મહિલાએ પણ પોતાનો ગુનો કબૂલ્યો છે. તેમણે કહ્યું કે, પાર્ક સર્કસ નજીક ક્રિસ્ટોફર રોડની રહેવાસી મહિલાને તેના એક સંબંધીની ફરિયાદના આધારે ધરપકડ કરવામાં આવી છે.
અધિકારીએ જણાવ્યું હતું કે, મહિલાની પૂછપરછ દરમિયાન મહિલાએ આરોપ લગાવ્યો હતો કે જ્યારે તે નાની હતી ત્યારે જ તેની માતાનું મોત નીપજ્યું હતું અને ત્યારબાદ પિતાએ તેને સતત ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું, શારીરિક રીતે ત્રાસ પણ આપતા હતા, પરંતુ મહિલાના લગ્ન તૂટી ગયા બાદ તે ઘરે પરત ફરી ત્યારે તેના પિતા તેને વધુ પરેશાન કરી રહ્યા હતા. ‘
પોલીસ હાલમાં મહિલા દ્વારા લગાવવામાં આવેલા તમામ આરોપોની તપાસ કરી રહી છે. પિતાની હત્યાની આરોપી મહિલાને કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. કોર્ટે તેને 29 માર્ચ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી છે.
