Not Set/ મહારાષ્ટ્રમાં સ્થિતિ બેકાબુ, આજે ફરી CM ની યોજાશે બેઠક, લેવાઇ શકે છે મોટો નિર્ણય

દેશમાં કોરોના વાયરસનો કહેર સતત વધી રહ્યો છે. રોજ ચોંકાવનારા આંકડાઓ પ્રકાશમાં આવી રહ્યા છે. સૌથી ખરાબ સ્થિતિ હાલમાં મહારાષ્ટ્રની જોવા મળી રહી છે.

Top Stories India
  • મહારાષ્ટ્રમાં કોરોનાનો કેર યથાવત
  • 21 દિવસના લોકડાઉનના ભણકારા
  • આજે ફરી CMની અધ્યક્ષતામાં બેઠક
  • કોરોના ટાસ્ક ફોર્સ સાથે વિશેષ બેઠક
  • બેઠકમાં લોકડાઉન અંગે લેવાય શકે નિર્ણય

દેશમાં કોરોના વાયરસનો કહેર સતત વધી રહ્યો છે. રોજ ચોંકાવનારા આંકડાઓ પ્રકાશમાં આવી રહ્યા છે. સૌથી ખરાબ સ્થિતિ હાલમાં મહારાષ્ટ્રની જોવા મળી રહી છે. મહારાષ્ટ્ર કોવિડ-19 થી સૌથી વધુ અસરગ્રસ્ત છે.  આ જ કારણ છે કે મહારાષ્ટ્રમાં લોકડાઉનનાં ભણકારા વાગી રહ્યા છે.

ગુજરાત / અમદાવાદમાં IIM માં કોરોના ફેલાયો, વિદ્યાર્થીઓ અને ગ્રાઉન્ડ સ્ટાફ કોરોનાની ઝપટમાં

સમગ્ર દેશમાં કોરોનાની બીજી લહેર જોવા મળી રહી છે. કોરોનાનાં કારણે મહારાષ્ટ્ર રાજ્યની જે સ્થિતિ સર્જાઇ છે તેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. એક તરફ કોરોનાનાં કેસોમાં વિક્રમજનક વધારો થઇ રહ્યો છે, તો બીજી તરફ મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. મહારાષ્ટ્રમાં કોરોનાનાં કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. સતત વધતાા કોરોનાનાં કેસનાં કારણે 21 દિવસનાં લોકડાઉનનાં પણ ભણકારા વાગી રહ્યા છે. ત્યારે હાલમાં મળી રહેલી માહિતી અનુસાર, આજે એકવાર ફરી CM ની અધ્યક્ષતામાં કોરોના ટાૈસ્કક ફોર્સ સાથે બેઠક યોજાશે. લોકડાઉનને લઇને સૌથી મોટો નિર્ણય લેવાઇ શકે છે.

નિયુક્તિ / ચૂંટણી કમિશનર સુશીલચંદ્રા આગામી CEC બનશે, ઉત્તર પ્રદેશ અને પંજાબ સહિત પાંચ રાજ્યોમાં ચૂંટણીની જવાબદારી સંભાળશે.

આપને જાણીને નવાઇ લાગશે પણ મહારાષ્ટ્રમાં કોરોનાથી કુલ સંક્રમિતોની સંખ્યા 33,43,951 પર પહોંચી ગઇ છે. જ્યારે 27,58,153 લોકો કોરોનાને મ્હાત આપીને ઠીક થઇ ચુક્યાછે. મહારાષ્ટ્રમાં હાલ કોરોનાથી કુલ મૃત્યુઆંક 57,638 પર પહોંચ્યો છે. જ્યારે કુલ એક્ટિવ કેસ 5,36,682 છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ