Not Set/ સુરતમાં સતત મૃત્યુદર વધતા 2006 થી બંધ કરેલુ સ્મશાન ગૃહ ફરી શરૂ કરાયું

દેશમાં કોરોનાવાયરસની બીજી લહેરે હવે પોતાનો રંગ બતાવવાનું શરૂ કરી દીધુ છે. ત્યારે આ બીજી લહેરની મોટી અસર ગુજરાતમાં પણ જોવા મળી રહી છે.

Mantavya Exclusive
  • સુરતમાં કોરોના સંક્રમણ સતત વધારો
  • કૈલાશ મોક્ષ ધામ નામનું સ્મશાન ગૃહ શરૂ કરાયું
  • સતત મૃત્યદર વધતા શરૂ કરાયું સ્મશાન ગૃહ
  • 2006થી હતું બંધ કૈલાશ મોક્ષ ધામ
  • 14 વર્ષ બાદ ફરી શરૂ કરવામાં આવ્યું
  • 3 દિવસના 71 મૃતદેહોની અંતિમ વિધિ કરવામાં આવી

દેશમાં કોરોનાવાયરસની બીજી લહેરે હવે પોતાનો રંગ બતાવવાનું શરૂ કરી દીધુ છે. ત્યારે આ બીજી લહેરની મોટી અસર ગુજરાતમાં પણ જોવા મળી રહી છે. રાજ્યમાં કોરોનાની બીજી લહેર બાદ લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. અમદાવાદ અને સુરતમાં સતત કેસો વધી રહ્યા છે. એક માર્ચથી રાજ્યમાં સતત કોરોનાનાં કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. તેમાં પણ પાછલા કેટલાક દિવસોથી સમગ્ર રાજ્યમાં સુરત જિલ્લામાં પણ કેસમાં વધારો નોંધાયો છે. તેટલું જ નહી અહી કોરોનાથી મોતનો આંકડો પણ સતત વધી રહ્યો છે. ત્યારે હવે આ સ્થિતિને જોતા કૈલાશ મોક્ષધામ નામનું સ્મશાન ગૃહ ફરી એકવાર શરૂ કરવાની જરૂર પડી છે.

મોટા સમાચાર: અમદાવાદમાં આજથી ડ્રાઇવ થ્રુ RT-PCR ટેસ્ટ શરૂ, સવારે 8 વાગ્યાથી GMDC ગ્રાઉન્ડમાં થશે ટેસ્ટ

આપને જણાવી દઇએ કે, સુરતમાં પરિસ્થિતિ ખૂબ જ ખરાબ બની રહી છે. સતત મોતનો આંકડો વધી રહ્યો હોવાના કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. સ્થિતિ તો એવી બની છે કે, મોત બાદ પણ હવે સ્મશાન ગૃહમાં નંબર ક્યારે આવશે તે રાહ જોવી પડી રહી છે. એવા ઘણા દ્રશ્યો સમગ્ર રાજ્યમાંથી સામે આવ્યા છે, જે જોયા બાદ તમે પણ સમજી શકશો કે સ્થિતિ કેટલી ભયાનક બની ગઇ છે. ત્યારે સુરતમાં સતત મૃત્યુદરમાં વધારો થઇ રહ્યો છે, જેને ધ્યાનમાં રાખતા સુરતમાં 2006 થી બંધ કૈલાશ મોક્ષ ધામને ફરી એકવાર શરૂ કરવાની જરૂર પડી છે. સ્થિતિને જોતા આજે 14 વર્ષ બાદ ફરી કૈલાશ મોક્ષ ધામ શરૂ કરવામાં આવ્યુ છે. છેલ્લા 3 દિવસની વાત કરીએ તો સુરતમાં 71 મૃતદેહોની અંતિમ વિધિ કરવામા આવી છે.

સાવધાન! / વેક્સિન લીધા બાદ સેક્સ લાઇફમાં રાખો સાવધાની, એક્સપર્ટે આપી સલાહ

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં કોરોના કેસનાં દૈનિક આંકડા રોજ પોતાનો જ રેકોર્ડ તોડી રહ્યા છે. રાજ્યનાં આરોગ્ય વિભાગનાં જણાવ્યા અનુસાર રાજ્યમાં મંગળવારે રેકોર્ડ બ્રેક કેસ સામે આવ્યા હતા. મંગળવારે 6,690 નવા કોરોનાનાં કેસ સામે આવ્યા હતા.  જે સાથે રાજ્યમાં કુલ કેસનો આંકડો 3,60,206 ઉપર પહોચ્યો છે. આ દરમિયાન અમદાવાદ શહેરમાં નવા 2251 કેસ, સુરતમાં શહેરમાં નવા 1254 કેસ, વડોદરામાં શહેરમાં નવા 247 કેસ, રાજકોટ શહેરમાં નવા 529 કેસ, જામનગર શહેરમાં નવા 187 કેસ, ભાવનગર શહેરમાં 81 નવા કેસ નોધાયા છે

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ