અમદાવાદ/ સાબરમતી જેલમાં થયો કોરોના બ્લાસ્ટ, એક જ દિવસમાં 29 કેદીઓ થયા સંક્રમિત

ગુજરાતમાં કોરોના વાયરસે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે અને આ વાયરસનું સંક્રમણ ચરમસીમાએ પહોંચી રહ્યું છે. આ સ્થિતિમાં રાજ્યમાં કોરોના વાયરસના સામે આવી રહેલા કેસો તમામ રેકોર્ડ તોડી રહ્યા છે

Ahmedabad Gujarat

ગુજરાતમાં કોરોના વાયરસે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે અને આ વાયરસનું સંક્રમણ ચરમસીમાએ પહોંચી રહ્યું છે. આ સ્થિતિમાં રાજ્યમાં કોરોના વાયરસના સામે આવી રહેલા કેસો તમામ રેકોર્ડ તોડી રહ્યા છે અને મોટી સંખ્યામાં લોકો આ જીવલેણ વાયરસની ચપેટમાં આવી ગયા છે.

આ સ્થિતિમાં હવે રાજ્યનું સૌથી મહાનગર એવું અમદાવાદ પણ બાકાત રહ્યું નથી, ત્યારે હવે શહેરમાં આવેલી સાબરમતી જેલમાં કોરોનાના કેસોનો વિસ્ફોટ થયો છે.

સાબરમતી જેલમાં માત્ર એક જ દિવસમાં 29 કેદીઓ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે, જેને લઈને જેલના સત્તાધીશોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. થયો છે.

આ પણ વાંચો : કોરોનાના નવા લક્ષણો આવ્યા સામે, શું તમારા શરીરમાં થઇ રહ્યું છે કંઇક આવ્યું…

મળતી માહિતી મુજબ, સાબરમતી જેલમાં અત્યારસુધીમાં કુલ 54 કેદી, 12 કર્મચારીઓ કોરોનાથી સંક્રમિત થયા છે અને તેઓ તમામ સારવાર હેઠળ છે. હાલમાં સિવિલ હોસ્પિટલ જગ્યા ન હોવાથી કેદીઓને સમરસ હોસ્ટેલમાં સારવાર માટે ખસેડાયા છે.

બીજી બાજુ સાબરમતી જેલમાં થયેલા કોરોનાના કેસોના વિસ્ફોટ બાદ હવે કેદીઓને જેલમાંથી બહાર કાઢવાનું બંધ કરવામાં આવ્યું છે અને આ નિર્ણય કોરોના વકરતો હોવાના કોર્ટ કાર્યવાહી માટે કેદીઓને બહાર કાઢવાનું બંધ કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો :રાજકોટમાં કોરોનાગ્રસ્ત મહિલાએ હોસ્પિટલના 5 માળેથી ઝંપલાવી કર્યું મોતને વ્હાલું

તમને જણાવી દઈએ કે, અમદાવાદની સાબરમતી જેલમાં આવતા કેદીને કોરોના ટેસ્ટિંગ દરમિયાન જ પ્રવેશ અપાય છે, ત્યારે હાલમાં જ કરવામાં આવેલા ટેસ્ટીંગમાં આ 29 કેદીને કોરોના જણાયો છે. આ સાથે અત્યારસુધીમાં કોરોનાથી સંક્રમિત થયેલા કેદીઓ, કર્મચારીઓનો આંકડો જોઈએ તો, કુલ 425 જેટલા કેદી, કર્મચારીઓ કોરોનાગ્રસ્ત થયા છે.

આ પણ વાંચો :CM દ્વારા તાબડતોબ 150 એમ્બ્યુલન્સ ખરીદવાનો નિર્ણય કરવામાં આવ્યો

આ પણ વાંચો :સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા સ્ટોપ નેગેટિવિટી, સ્પ્રેડ પોઝિટિવિટી’’નું અનોખું અભિયાન હાથ ધરાયું