સ્મશાનગૃહ/ ગાંધીનગરના સ્મશાનોમાં નવી 32 ભઠ્ઠીઓ શરૂ થશે

સ્મશાનોમાં 32 ભઠ્ઠીઓ કાર્યરત કરવામાં આવશે.

Gujarat

રાજ્યમાં કોરોનાના કેસો વધતાં કોરોનાના મૃત્યુ દર પણ વધી રહ્યો છે કોરોનાએ ગુજરાતમાં હાહાકાર મચાવ્યો છે. કોરોનાના લીધે લોકો મોતને ભેટી રહ્યાં છે.આવી પરિસ્થિતિમાં સ્મશઆનોમાં પણ જગ્યા ખૂંટી પડી છે લાંબી કતારો જોવા મળે છે.ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં કોરોનાથી મોત થવાના દરમાં વધારો થયો છે.

ગાંધીનગરમાં છેલ્લા 20 દિવસમાં મરણના દરોમાં વધારો થયો છે.સ્મશાનોમાં ચાર થી પાંચ કલાક વેઇટિંગ ચાલી રહ્યું છે. અત્યાર સુધી બે સ્મશાનો કાર્યરત હતાં એક જ સ્મશાનમાં 40 કોરોનાગ્રસત મૃતદેહેો લાવવામાં આવી રહી છે.મૃતદેહો વધતાં તંત્રએ નવા સ્મશાનો સક્રીય કરવાનો નિર્ણય લીધો છે.ગાંધીનગરમાં સત્વરે અન્ય 8 સ્મશાનો સક્રીય કરવામાં આવશે. કુલ 10 સ્મશાનોમાં 32 ભઠ્ઠીઓ ચાલુ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં કોરોના વિસ્ફોટ જેવી સ્થિતિ નિર્માણ પામી છે ,ગાંધીનગરમાં કોરોનાના લીધે હાલત ખરાભ છે.