હાલના સમયમાં દેશમાં કોરોનાના કારણે વર્ક ફ્રોમ હોમનું કલ્ચર વધ્યું છે. કારણ કે બધા કામો ઓનલાઇન થઇ રહ્યા છે એવામાં લોકોને કોમ્યુનિકેશન અને કામકાજ માટે વાઈ-ફાઈ ખૂબ જરૂરી થઇ ગયું છે. આવી પરિસ્થિતિમાં ઇન્ટરનેટનો ઉપયોગ પણ ઘણો વધી ગયો છે. તેથી વારંવાર લોકોને વાઈ-ફાઇ સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આ પરિસ્થિતિમાં તમે તમારા ઇન્ટરનેટની સ્પીડ વધારવા માટે અમુક રીતો અજમાવી શકો છો. સૌથી પહેલા તો તમારા ડેસ્કટોપ અથવ લેપટોપ પર ઇન્ટરનેટ સ્પીડ ચેક કરો. તેના માટે તમારે વેબ બ્રાઉઝરમાં જઈને કોઈ પણ સ્પીડ ટેસ્ટિંગ
રાઉટરને થોડા સમય માટે બંધ કરી દો
વર્ક ફ્રોમ હોમના કારણે વાઈ-ફાઈ રાઉટર આખો દિવસ એક્ટિવ રહે છે, જેનાથી તે ઘણી વખત ગરમ થઇ જાય છે. એવામાં પ્રયત્ન કરો કે રાઉટરને થોડા સમય માટે ઓફ કરી દો અથવા રાઉટરને રિબૂટ કરી દો. તેનાથી રાઉટર સારી રીતે કામ કરશે અને ઇન્ટરનેટ સ્પીડ વધી જશે.
રાઉટર અપડેટ
ઘણી વખત એવું પણ થાય છે કે તમારા રાઉટરને અપડેટ કરવા માટે કોઈ ફર્મવેયર આવ્યો હોય છે પરંતુ આપણે તેને ચેક જ નથી કરતા. જો અપડેટ આવેલું છે અને તમને આ ચેક કરતી વખતે એવી ખબર પડે છે તો તમારે તરત જ તમારા ડિવાઇસને અપડેટ કરવું જોઈએ. અપડેટ કર્યા બાદ આ સમસ્યાનો અંત આવી જાય છે અને અપડેટ સાથે જ ડિવાઇસ એકદમ નવા ડિવાઇસની જેમ કામ કરવાનું ચાલુ કરી દેશે.
રાઉટરને બરાબર જગ્યાએ રાખો
સારા નેટવર્ક માટે એ ખૂબ જ જરૂરી છે કે રાઉટરને તમે ઘરમાં ક્યાં રાખ્યું છે. તમારે તમારા ઘરમાં રાઉટર તે જગ્યાએ રાખવું જોઈએ જ્યાં સૌથી વધુ સિગ્નલ આવતું હોય. વાઈ-ફાઈમાં સિગ્નલ ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિએશન તરીકે આવે છે. આ સિગ્નલને કેટલાક ઓબ્જેક્ટ બ્લોક કરે છે અને કેટલાક તેને પાસ કરી દે છે.
એન્ટેનાથી વધુ સપોર્ટ
તમે ઘરમાં જે વાઈ-ફાઈ ઉપયોગ કરી રહ્યા છો, એ જુઓ કે શું તેમાં એક્સ્ટર્નલ એન્ટેના પણ છે કે નહિ. સારા સિગ્નલ માટે તમે એક એક્સ્ટર્નલ એન્ટેના લઈને લગાવી શકો છો. ઘણી કંપનીઓ એક્સ્ટર્નલ એન્ટેના અલગથી પણ વેચે છે. જે દિશામાં રાઉટરનું એન્ટેના હોય છે તે દિશામાં જ આ વધુ સિગ્નલ મોકલતું રહે છે.
બીજા ડિવાઇસ ડિસ્કનેક્ટ કરો
જો તમારે લેપટોપમાં વધુ સ્પીડ જોઈએ છે તો હજુ એક વાતનું ધ્યાન રાખો. જે ડિવાઇસીસ પર ઇન્ટરનેટ યુઝ નથી કરી રહ્યા તેનું વાઈ-ફાઈ ઓફ કરી દો. આ રીતે ઓછા ડિવાઇસીસ પર બેન્ડવિથ કન્ઝમ્પશન થવાના કારણે સ્પીડ વધી જશે.
