સંજય મહંત- મંતવ્ય ન્યુઝ
સુરત શહેરમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે રોજના રેકોર્ડ બ્રેક કેસો સામે આવી રહ્યા છે તો બીજી તરફ મૃત્યુઆંક પણ વધ્યો છે. ત્યારે સુરત શહેરમાંથી કોરોનાની મહામારી દુર થાય અને કોરોના મુક્ત સુરત અને નીરોગી સુરત બને તે માટે દાતાર આર્યુવેદસ દ્વારા મહામૃત્યુજય યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું આ યજ્ઞનું આયોજન પાલ સ્થિત પલાશ ગેલેક્ષી સર્કલ પાસે કરવામાં આવ્યું હતું. યજ્ઞમાં બેસેલા લોકો અને બ્રાહ્મણોએ દેવાધિદેવ મહાદેવને કોરોનાની મહામારી દુર થાય તેવી પાર્થના પણ કરી હતી.
હિન્દુ શાસ્ત્ર પ્રમાણે યજ્ઞમાં અપાતી આહુતિઓને કારણે વાતાવરણમાં શુદ્ધતા આવે છે. આજે તમામ લોકોના જીવ કોરોના વાઈરસના કારણે મુશ્કેલીમાં મુકાયા છે. એવા સમયે મૃત્યુ ઉપર વિજય પ્રાપ્ત કરવાના હેતુથી અને વિશ્વના કલ્યાણ અર્થે મહામૃત્યુંજય યજ્ઞનું આયોજન કરાયું હતું. વિશ્વના માનવને કોરોના મહામારીમાંથી સુખરૂપ બહાર લાવવા માટે મહાદેવની સ્તુતિ કરવામાં આવી છે. મહામૃત્યુંજય યજ્ઞનું ખૂબ મોટું મહાત્મ્ય રહેલું છે. જેને ધ્યાનમાં રાખીને આજે મૃત્યુંજય યજ્ઞમાં લોકોએ જીવમાત્રના કલ્યાણની પ્રાર્થના કરી હતી.