Not Set/ “પ્લેબોય” મેગેઝીનના સંસ્થાપકનું ૯૧ વર્ષની ઉંમરે નિધન

અમેરિકાના સૌથી જાણીતા મેગેઝીન “પ્લેબોય”ના સંસ્થાપક હ્યું હેફનરનું ૯૧ વર્ષની વયે નિધન    થયું છે. પ્લેબોય એન્ટરપ્રાઇઝેઝ દ્વારા જાહેર કરવામાં આવેલા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું કે, હેફનરનું નિધન કુદરતી કારણોના કારણે થયું હતું. પ્લેબોયના સંસ્થાપક હ્યું હેફનરનો જન્મ ૯ એપ્રિલ, ૧૯૨૬ના રોજ શિકાગોમાં થયો હતો. આ મેગેઝીન મુખ્યત્વે મેન્સ લાઈફસ્ટાઇલ માટે દુનિયાભરમાં જાણીતું છે. આ મેગેઝીનની સ્થાપના ૧૯૫૩માં કરવામાં […]

Lifestyle

અમેરિકાના સૌથી જાણીતા મેગેઝીન “પ્લેબોય”ના સંસ્થાપક હ્યું હેફનરનું ૯૧ વર્ષની વયે નિધન    થયું છે. પ્લેબોય એન્ટરપ્રાઇઝેઝ દ્વારા જાહેર કરવામાં આવેલા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું કે, હેફનરનું નિધન કુદરતી કારણોના કારણે થયું હતું.

પ્લેબોયના સંસ્થાપક હ્યું હેફનરનો જન્મ ૯ એપ્રિલ, ૧૯૨૬ના રોજ શિકાગોમાં થયો હતો.

આ મેગેઝીન મુખ્યત્વે મેન્સ લાઈફસ્ટાઇલ માટે દુનિયાભરમાં જાણીતું છે. આ મેગેઝીનની સ્થાપના ૧૯૫૩માં કરવામાં આવી હતી. ત્યારબાદ વિશ્વમાં એક સમયે સૌથી વધારે વેચાતા મેગેઝીન્સ પૈકીના એક પ્લેબોય દ્વારા હેફનરે તેમની અલગ છબી બનાવી હતી.

હ્યું હેફનર આ મેગેઝીનના કોપી રાઈટર પણ હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, તેઓએ માં પાસેથી ૧૦૦૦ ડોલર ઉધાર અને ૬૦૦ ડોલરની બેંક લોન લઈને આ મેગેઝીનની સ્થાપના કરી હતી.