સુપ્રીમ કોર્ટે કોરોના વાયરસનાં સતત વધતા જતા કેસો પર કેન્દ્ર સરકાર પર કડક ટિપ્પણી કરી છે. સર્વોચ્ચ અદાલતે કહ્યું કે, આ સંકટનાં સમય દરમિયાન અમે મૂક દર્શક બનીને રહી શકતા નથી. કોર્ટે કહ્યું કે, સરકારે કોરોના સંકટ સાથે કામ કરવા માટે તેની યોજના શું છે તે જણાવવું પડશે. ન્યાયાધીશ એસ.આર. ભટ્ટે કહ્યું, ‘હું બે મુદ્દાઓ ઉભા કરવા માંગુ છું, જે કેન્દ્ર સરકાર હેઠળ છે. પ્રથમ એ છે કે કેન્દ્રિય સંસાધનોનો ઉપયોગ કેવી રીતે કરવો. અર્ધસૈનિક તબીબો, પેરામેડિક્સ, સૈન્ય સુવિધાઓ અને કેવી રીતે ડોકટરોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. બીજી વાત એ છે કે સરકાર પાસે આ સંકટને પહોંચી વળવાનો કોઇ પ્લાન છે કે નહીં.
કોરોના સંક્રમણ / શૂટર દાદી ચંદ્રો તોમર કોરોના પોઝિટિવ, શ્વાસ લેવામાં તકલીફ પડતા હોસ્પિટલમાં કરાયા દાખલ
દેશમાં કોરોના વાયરસથી હાહાકાર મચી ગયો છે. લોકો રોજ મોટી સંખ્યામાં મોતને ભેટી રહ્યા છે. આ વચ્ચે મંગળવારે સુપ્રીમ કોર્ટમાં આ મામલે સુનાવણી થઈ હતી. કેન્દ્ર સરકારે આજે સુપ્રીમ કોર્ટમાં પોતાનો જવાબ ફાઇલ કર્યો. 22 એપ્રિલનાં રોજ સુપ્રીમ કોર્ટે કોરોનાથી બગડી રહેલી સ્થિતિને લઇને તેના પર પોતે ધ્યાન આપ્યુ હતુ અને કેન્દ્ર સરકારને 4 મુદ્દાઓ પર નોટિસ આપી હતી (ઓક્સિજનનો પુરવઠો, આવશ્યક દવાઓનો પુરવઠો, રસીકરણની રીત, રાજ્યમાં લોકડાઉનનો નિર્ણય). આ અંતર્ગત કેન્દ્રએ આજે પોતાનો જવાબ ફાઇલ કર્યો છે. જો કે, હવે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર સામે રસીનાં ભાવ સહિતનાં અનેક મુદ્દાઓ પર સવાલ ઉઠાવ્યા છે. સરકાર વતી સુપ્રીમ કોર્ટમાં કેસની સુનાવણી પર એસજી તુષાર મહેતાએ કહ્યું કે, અમે જવાબ દાખલ કર્યો છે. આ અંગે કોર્ટે કહ્યું કે, અમારે જવાબ જોવા માટે એક કે બે દિવસની જરૂર છે. આ સાથે સુપ્રીમ કોર્ટે ઉપલબ્ધ ઓક્સિજન, વર્તમાન અને ભવિષ્યમાં ઓક્સિજન માટેની માંગ અને આ સહિતનાં અનેક મુદ્દાઓ પર કેન્દ્ર સરકાર દ્વારા લીધેલા પગલા વિશે કેન્દ્ર સરકાર પાસે વિગતો માંગી હતી. સુપ્રીમ કોર્ટે તમામ રાજ્ય સરકારોને પણ ગુરુવાર સુધીમાં ઉપરોક્ત મુદ્દાઓ પર જવાબ ફાઇલ કરવા જણાવ્યું છે.
Supreme Court starts hearing suo motu case of oxygen shortage & other issues related to management of #COVID19 pandemic.
"We have to step in when we feel so & we need to protect the lives of people," Justice DY Chandrachud says. pic.twitter.com/9l7mt9lQx4
— ANI (@ANI) April 27, 2021
અમાનવીય / એક એમ્બ્યુલન્સમાં એકની ઉપર એક એવા 22 કોરોના દર્દીઓના મૃતદેહ ઠુંસ્યા, તમને રોવડાવી દેશે આ ફોટો
સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે આજે જયદીપ ગુપ્તા અને મીનાક્ષી અરોરાને એમિકસ ક્યુરિ તરીકે નિયુક્ત કર્યા છે. આ દરમિયાન ન્યાયાધીશ ચંદ્રચુડે હાઈકોર્ટમાં ચાલી રહેલી સુનાવણી અંગે મહત્વપૂર્ણ ટિપ્પણી કરી હતી. સુપ્રીમ કોર્ટનાં ન્યાયાધીશ ચંદ્રચુડે કહ્યું કે, કોવિડ મહામારી અંગે સુપ્રીમ કોર્ટ દ્વારા પોતે ધ્યાન આપવાનો અર્થ એ નથી કે હાઈકોર્ટમાં સુનાવણી નહી થાય. દેશની વિવિધ ઉચ્ચ અદાલતો આ બાબતને વધુ સારી રીતે જોઈ શકે છે, પરંતુ કેટલાક મુદ્દા રાષ્ટ્રીય નીતિથી સંબંધિત છે. આ જ કારણે સુપ્રીમ કોર્ટે દખલ કરવી પડી. કોર્ટે કહ્યું કે, સુપ્રીમ કોર્ટે અહીં સહયોગ કરવો પડશે. રાષ્ટ્રીય સંકટ દરમિયાન સુપ્રીમ કોર્ટ ફક્ત મૂક પ્રેક્ષક ન રહી શકે.

