Not Set/ ચોટીલા પાસેના આ મંદિરની રોનક જોઈને તમે ચોકી ઉઠશો….

  (રિપોર્ટર: દેવજી ભરવાડ. મંતવ્ય ન્યુઝ… સુરેન્દ્રનગર)   પાંચાળ ની ઘરતી નો ઘબકાર અને આખી પૃથ્વી ને અજવાળનાર સૂર્ય દેવ નાં જ્યાં બેસણા છે.. સૂરજદેવળ નું મંદિર જ્યાં દેદીપ્યમાન છે.   હાલ કોરોના ની મહામારી અને વાતાવરણમાં બદલાવ વચ્ચે પવન ફૂકાયા સાથે મીની વાવાઝડું ત્રાટક્યું અને સમગ્ર પંથકમાં અંધકાર છવાયો એવા સમયે ભગવાન સૂર્ય નારાયણ […]

Gujarat Uncategorized

 

(રિપોર્ટર: દેવજી ભરવાડ. મંતવ્ય ન્યુઝ… સુરેન્દ્રનગર)

 

પાંચાળ ની ઘરતી નો ઘબકાર અને આખી પૃથ્વી ને અજવાળનાર સૂર્ય દેવ નાં જ્યાં બેસણા છે.. સૂરજદેવળ નું મંદિર જ્યાં દેદીપ્યમાન છે.

 

હાલ કોરોના ની મહામારી અને વાતાવરણમાં બદલાવ વચ્ચે પવન ફૂકાયા સાથે મીની વાવાઝડું ત્રાટક્યું અને સમગ્ર પંથકમાં અંધકાર છવાયો એવા સમયે ભગવાન સૂર્ય નારાયણ અસ્ત થવાની તૈયારીમાં લાગ્યા હતાં

ત્યારે ચોટીલાનાં દેવસર ગામે નવા સૂરજ દેવળનાં મંદિર ની રોનક કઇક ઔર જ હતી..જાણે સૂરજ દેવ ખુદ કોરોના મહામારી ની આફત સામે લડવા આવ્યા હોય તેવા દ્રશ્યો સુરજ દેવળનાં મંદિરે જોવાં મળ્યાં

સાંજે પવન આંધી ફુકાઈ ને રોગચાળા વચે લોકોના જીવ મુંજાયા ત્યારે સૂરજ દેવળના મંદિર ની ધજા ફરકતી હતી એની ટોચ પર મોરલો બેસી ગયો અને મદિર માં ઝાલર વાગી આરતી થઈ અને ભગવાન સૂર્ય નારાયણ એ આંધી વચે જાણે લોકોના જાણે આશિષ આપ્યાં હોય તેવા દ્રશ્યો સુરજ દેવળ નાં મંદિરે જોવાં મળ્યાં