માંગ/ શિક્ષકોને કોરોના ડયુટીમાંથી મુક્ત કરવા માંગ

કોરોનાની ડયુટી પરથી શિક્ષકોને મુક્ત કરો

Ahmedabad

રાજ્યમાં કોરોનાની લહેર ઘાતક નીવડી રહી છે.પ્રતિદિન કોરોના સંક્રમણના કેસો વધી રહ્યા છે હા 6ે દિવસથી સંક્રમણના કેસો ઘટી રહ્યા છે પરતું કોરોનાથી મરનારાઓની સંખ્યા વધી રહી છે.  કોરોનાના બીજા તબ્બકામાં મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના શિક્ષકોને કોરોનામાં અલગ-અલગ ડટુટી આપવામાં આવી છે. જેમાં વેક્સિન સેન્ટર, હોસ્પિટલમાં હેલ્પ ડેસ્ક, ટેસ્ટિંગ કેન્દ્ર, સર્વે સહિતની અલગ-અલગ કામગીરી સોંપવામાં આવી છે. કામગીરી દરમિયાન 50થી વધુ શિક્ષકો કોરોનાથી સંક્રમિત થયા છે. જેમાથી 2 શિક્ષકની હાલત અત્યારે ગંભીર છે. ત્યારે શિક્ષકોને હાલ કોવિડ ડ્યૂટીમાંથી મુક્તિ આપવામાં આવે અને અન્ય સ્ટાફને ડ્યૂટી સોંપવામાં આવે તેવી માંગણી શિક્ષક યુનિયન દ્વારા કરવામાં આવી છે.

મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના યુનિયનના પ્રમુખ મનોજ પટેલે જણાવ્યું હતું કે, કોરોના શરૂ થયો ત્યારથી શિક્ષકો કોરોનામાં ડયુટી કરી રહ્યા છે અને હાલમાં બીજા તબ્બકામાં અનેક શિક્ષકો ડ્યૂટી કરી રહ્યા છે. પરંતુ હવે શિક્ષકો પોઝિટિવ આવી રહ્યા છે.  સતત એક મહિનો ડ્યૂટી કરીને શિક્ષકોના પરિવાર પણ સંક્રમિત થવાની દહેશત છે. માટે હવે શિક્ષકોને ડ્યૂટીમાં મુક્તિ આપીને બીજા સ્ટાફને કોવિડમાં ફરજ આપવી જોઈએ.શિક્ષકોના પરિવારમાં એક ભયનો માહોલ પેદા થઇ ગયો છે.