ભારતમાં કોરોનાનાં કારણે સ્થિતિ બેકાબુ બની છે. દેશનાં લગભગ તમામ રાજ્યો કોરોનાની ઝપટમાં આવી ગયા છે. ત્યારે આ સ્થિતિમાં કોરોનાનાં દર્દીઓ સતત વધી રહ્યા હોવાના કારણે દેશમાં હવે વેન્ટિલેટર, ઓક્સિજન, દવાઓ અને ઈન્જેક્શનની અછત છે, ત્યારે આવી સ્થિતિમાં પણ દેશમાં આઈપીએલ ટૂર્નામેન્ટ રમાઇ રહી હતી. જો કે આઈપીએલમાં પણ કોરોનાનો પ્રવેશ થતા હવે તેને સસ્પેન્ડ કરવામાં આવેલ છે, જે બાદ ઈગ્લેન્ડનાં પૂર્વ કેપ્ટન અને બેટ્સમેન નાસીર હુસૈને એક મોટું નિવેદન આપતા ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ પર પ્રહાર કર્યો છે.
ક્રિકેટ / IPL સસ્પેન્ડ થયા પછી ભારતમાં ટી-20 વિશ્વકપ પર સંકટનાં વાદળ, જાણો BCCI શું કહે છે
ઈંગ્લેન્ડનાં પૂર્વ કેપ્ટન નાસીર હુસૈને કોરોનાકાળમાં આઈપીએલ યોજવા માટે બીસીસીઆઈ પર જોરદાર પ્રહાર કર્યા છે. આઈપીએલ 2021 મુલતવી રાખવાના નિર્ણય પર તેમણે કહ્યું હતું કે, તેને તો બંધ થવાનું જ હતું. એક તરફ લોકો રસ્તા પર મરી રહ્યા છે અને અહી ટૂર્નામેન્ટ ચાલી રહી છે. મંગળવારે, બીસીસીઆઈએ આઇપીએલ રમતી ટીમોનાં ખેલાડીઓ અને કેટલાક સ્ટાફ સભ્યો બાયો બબલ હોવા છતાં કોરોના પોઝિટિવ હોવાનું બહાર આવતા ટૂર્નામેન્ટ મુલતવી રાખી હતી. જોકે, બીસીસીઆઈનાં ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ સ્પષ્ટ કર્યું કે ટૂર્નામેન્ટ મુલતવી રાખવામાં આવી છે રદ્દ કરવામાં આવી નથી. તેમણે કહ્યું કે, કોવિડ-19 નિયંત્રણમાં આવ્યા પછી બાકીની મેચ યોજાશે. હુસૈને ડેઇલી મેલમાં લખ્યું છે કે, દેશમાં જે થઈ રહ્યું છે તેના પર ખેલાડીઓ આંખ આડા કાન કરી શકે તેમ નથી. તેઓ જે યોગદાન અને દાન આપી રહ્યા છે તે સ્પષ્ટ છે, પરંતુ પરિસ્થિતિની ગંભીરતાને જોતા, આઈપીએલ 2021 ને મુલતવી રાખવું યોગ્ય છે. તેમણે આગળ લખ્યું કે ઈન્ડિયન પ્રીમિયર લીગ બંધ કરવા સિવાય કોઈ વિકલ્પ નહોતો. આટલી બધી જગ્યાએ બાયો સિક્યોર બબલ તૂટી ગયા પછી તો બિલકુલ નહી. તે ક્રિકેટની રમત કરતા ઘણુ મોટુ થઈ ગયુ છે.
IPL 2021 / IPL ટૂર્નામેન્ટ પર સંક્રમણનું ગ્રહણ, વધુ બે ખેલાડીઓ પોઝિટિવ આવતા ટૂર્નામેન્ટ કરાઇ રદ
તેમણે વધુમાં લખ્યું છે કે, ખેલાડીઓ ન તો મૂર્ખ છે ન તો અસંવેદનહીન. ભારતમાં શું ચાલી રહ્યું છે તેનાથી તે સંપૂર્ણ જાગૃત હતા. તેમણે ટેલિવિઝન પર લોકોને હોસ્પિટલમાં બેડ્સ માટે અને ઓક્સિજનની માંગ કરતા જોયા છે. તેમણે જોયું કે એમ્બ્યુલન્સ ક્રિકેટનાં મેદાનની બહાર બિનઉપયોગી ઉભી હતી. તેઓને આશ્ચર્ય થયું કે શું આ રમત ચાલુ રાખવા માટેનો આ યોગ્ય સમય છે? તેમણે કહ્યું કે, હું ખેલાડીઓની ટીકા કરી રહ્યો નથી, પરંતુ તેમણે આ રોકવું જરૂરી હતું. આ એક સમયે પાપ જેવું લાગે છે કે ટૂર્નામેન્ટ ચાલી રહી છે જ્યારે લોકો રસ્તા પર મરી રહ્યા છે. બીસીસીઆઈએ ભારતમાં ટૂર્નામેન્ટ કરાવીને સૌથી મોટી ભૂલ કરી હતી. છ મહિના પહેલા, તેમણે સંયુક્ત અરબ અમીરાતમાં આઈપીએલ યોજી હતી અને તે લાજવાબ રહ્યો હતો.

