ફાયર સેફટી/ મહેસાણામાં માત્ર 10 કોવિડ હોસ્પિટલ પાસે જ ફાયર એનઓસી

10 પાસે જ એનઓસી છે

Gujarat

ભરૂચની કોવિડ હોસ્પિટલમાં આગ લાગવાની ઘટનાથી રાજ્યના દરેક જિલ્લાઓ એલર્ટ થઇ ગયા છે. આ ઘટનાને ધ્યાનમાં લઇને  મહેસાણાનું તંત્ર પણ સજ્જ બન્યું છે. અહીં નગરપાલિકાની ટીમે 29 કોવિડ હોસ્પિટલમાં ફાયર સેફ્ટી અંગે તપાસ કરી હતી. ફાયર ટીમે . જિલ્લામાં તપાસ કરતા 29માંથી માત્ર 10 હોસ્પિટલ પાસે જ ફાયર એનઓસી હોવાનું સામે આવ્યું હતું. તપાસની ટીમે સુવિધાના અભાવ મામલે જરૂરી સૂચન આપ્યા હતા.

 ફાયર ટીમે 29 કોવિડ હોસ્પિટલોમાં બે દિવસમાં અગ્નિશામક યંત્રો મૂકાયાં છે કે નહીં, અગ્નિશામક યંત્રોનું રિફિલિંગ કરાય છે કે નહીં, ફિક્સ ફાયર ફાઇટિંગ સિસ્ટમ કાર્યરત છે કે નહીં, ફાયર એલાર્મ અને ડિટેક્શન સિસ્ટમ, આપાતકાલીન માર્ગની વ્યવસ્થા છે કે નહીં તેની તપાસ કરી હતી . જોકે, 29 પૈકી 10 હોસ્પિટલ પાસે ફાયર એનઓસી મેળવી છે.ફાયર વિભાગે જરૂરી સૂચનો આપીને યોગ્ય કાર્યવાહી કરવાનુ જણાવ્યું છે.