Not Set/ રાજકોટમાં 24 કલાકમાં 67 મોત, બપોર સુધીમાં 166 નવા કેસ, જ્યારે અત્યાર સુધીના કેસ 37,000 નજીક

રાજકોટમાં કોરોનાના કેસમાં ઘટાડો આવ્યો છે પણ મૃતાંક હજુ ઘટ્યો નથી.કુલ ટેસ્ટ 7307 કરવામાં આવ્યા હતા. જેમાંથી એક દિવસમાં નવા386 કેસ સામે આવ્યા છે, જ્યારે શુક્રવાર સવારની સ્થિતિએ છેલ્લા 24 કલાકમાં 59ના સારવાર

Top Stories Gujarat

રાજકોટમા છેલ્લા કેટલાક સમયથી મૃત્યુઆંકમાં જે રીતે વધારો થઈ રહ્યો છે તેની સામે યુવા વર્ગમાં પણ રસીકરણ શરૂ કરી દેવામાં આવ્યું છે. જેના કારણે રાજકોટમાં કોરોનાના કેસમાં ઘટાડો આવ્યો છે, પણ મૃતાંક હજુ ઘટ્યો નથી.કુલ ટેસ્ટ 7307 કરવામાં આવ્યા હતા. જેમાંથી એક દિવસમાં નવા 386 કેસ સામે આવ્યા છે, 24 કલાકમાં 67 લોકોના મોત થયા છે, જેમાંથી કોરોનાના કારણે કેટલા થયા છે તેનો રિપોર્ટ ડેથ કમિટી આપશે. બે દિવસ સુધી 170 અને 169 કેસ આવ્યા બાદ હવે તેમાં ઘટાડો આવીને 166 નોંધાયા છે.આજે બપોરે 12 વાગ્યા સુધીમાં નવા 166 કેસ નોંધવામાં આવ્યા છે. જ્યારે કુલ પોઝિટિવ કેસ 37,000 થવા આવ્યા છે.

Gujarat issues advisory on rare fungal infection among COVID-19 patients તા. 07/05/2021 ના કુલ ટેસ્ટ :- 7307, કુલ ડીસ્ચાર્જ :- 448
કુલ પોઝિટિવ :- 386

પોઝિટીવ રેઈટ :- 5.28 %
કુલ ડીસ્ચાર્જ :- 448

Coronavirus: Night curfew to be imposed in 20 cities of Gujarat from tomorrow - India Today

 

 આજે બપોરે 12:00 વાગ્યા સુધીમાં કુલ પોઝિટિવ કેસ :- 166
કુલ પોઝિટિવ કેસ :- 36990
કુલ ડિસ્ચાર્જ : 33121
રિકવરી રેઈટ : 89.94 %
આજ સુધીમાં કુલ ટેસ્ટ :- 1047805
પોઝિટિવિટી રેઈટ :- 3.51 %

 બપોરે 01:00 વાગ્યા સુધીમાં કુલ 6349 લોકોએ કોરોના રસી લીધી

રાજકોટ શહેરમાં આજે તા. 07/05/2021 ના રોજ બપોરે 01:00 વાગ્યા સુધીમાં કોરોના સામેની રસીકરણમાં 18 વર્ષથી 44 વર્ષના કુલ 2563 અને 45 વર્ષથી મોટી ઉંમરના કુલ 3786 સહિત કુલ 6349 નાગરિકોએ રસી લીધી.

 જસાણી પરિવારના ત્રણેય ભાઈના કોરોનાથી મોત

Rising coronavirus cases, limited staff take South Africa's hospitals to brink of collapse - ABC News

રાજકોટ સહિત રાજ્યભરમાં ફળોના અગ્રણી વેપારી પન્નાલાલ ફ્રૂટસ પરિવાર પર આભ તૂટી પડ્યુ છે. માત્ર 20 જ દિવસમાં પેઢીના આધારસ્તંભ એવા ત્રણેય સગાભાઈઓનું કોરોનાને કારણે મોત નીપજતા પિતા લક્ષ્મણદાસભાઈ જસાણી પર વજ્રઘાત થયો છે. જસાણી પરિવારના સૌથી મોટાભાઈ ઓમભાઈ (ઉ.વ.60) ત્યારબાદ યશવંતભાઈ (47) અને સૌથી નાના ગિરીશભાઈ (ઉ.વ.45) ત્રણેય વેપારની સાથે સેવામાં પણ મોખરે હતા. ઓમભાઈને 3 એપ્રિલે કોરોના લાગુ થયો હતો અને 13 એપ્રિલે અવસાન થયુ હતું.સૌથી નાના ગીરીશભાઈ 8 એપ્રિલે કોરોના ગ્રસ્ત થયા અને 22 એપ્રિલે તેમણે પણ સંસાર છોડ્યો હતો ઓમભાઈની દિકરીની સગાઈ થઈ હતી અને થોડા સમયમાં લગ્ન હતા જ્યારે ગિરીશભાઈને પણ સંતાનમાં એક પુત્રી છે. પરીવાર હજુ આ આઘાતમાંથી બહાર આવે ત્યાં યશવંતભાઈએ છેલ્લા શ્વાસ લઈ લીધા હતા તેમને સંતાનમાં 18 અને 19 વર્ષના બે પુત્રો છે. સેવાભાવી વયોવૃધ્ધ લક્ષ્મીદાસભાઈ જસાણી પર આભ તૂટ્યુ છે.